________________
દીક્ષા લીધેલ સાધુ તે અભિગમન = આવે ત્યારે સામે જવું, વંદન, નમસ્કાર વડે તથા વિનય વડે પૂજવા યોગ્ય છે. આ ૧૪ |
ટીકાર્ચ ઃ સો વર્ષના દીક્ષાપર્યાયવાળા સાધ્વીજીભગવંતને આજના દીક્ષિત સાધુભગવંત (તે) અભિગમન = આગમન કાળ એટલે કે જ્યારે તેઓ પોતાના ઉપાશ્રય વિગેરેમાં પધારતાં હોય ત્યારે તેમની સન્મુખ જવું,
તથા વંદન = દ્વાદશાવર્ત વિગેરે રૂ૫ વંદન (દ્વાદશાવર્ત = વાંદણા, આદિ શબ્દથી ફેટ્ટા, થોભ વિગેરે પ્રકારના વંદન જાણવા) અને નમસ્કાર = આન્તરિક પ્રીતિ એટલે કે અંદરથી ઉછળતો બહુમાન,
આ ત્રણેય શબ્દનો (સમાહાર) તંદુ સમાસ થયો હોવાને લીધે એકવભાવ = એક વચન થયેલ છે. તેના વડે = અભિગમન, વંદન, નમસ્કાર વડે
તથા વિનય વડે = આસન આપવું વિગેરે રૂપ વિનય વડે તે = સાધુ ભગવંત પૂજ્ય = પૂજવા યોગ્ય છે.
(પ્રશ્ન ઃ “અભિગમન, વંદન, નમસ્કાર' આ ત્રણ શબ્દો સમાસમાં લીધા અને વિનય શબ્દને સમાસની બહાર = વ્યસ્ત રાખ્યો એવું કેમ? એને પણ ભેગો સમાસની અંદર લઈ લેવો જોઈએ ને?)
ઉત્તર : વિનયેન' આ પ્રમાણે જે વ્યસ્ત = સમાસની બહાર નિર્દેશ = નિરૂપણ કરવામાં આવેલ છે તે છન્દને કારણે કરેલ છે. જો આ પ્રમાણે ન કરતાં સમાસની અંદર લઈ લીધો હોત તો અક્ષર ખૂટી જતાં ગાથાનો છંદ તૂટી જાય માટે જુદો નિર્દેશ કર્યો છે. આ ૧૪ ||
லலல किमित्येवमित्याह
धम्मो पुरिसप्पभवो, पुरिसवरदेसिओ पुरिसजिट्ठो ।
लोए वि पहू पुरिसो, किं पुण लोगुत्तमे धम्मे ।। १५ ।। धम्मो० गाहा : दुर्गतिपतदात्मधारणाद्धर्मः श्रुतचारित्ररूप: पुरुषा गणधरास्तेभ्यः प्रभव उत्पत्तिर्यस्य स तथा। पुरुषवरास्तीर्थकृतस्तैर्देशितोऽर्थतः कथितः, अतः पुरुषस्वामिकत्वात्पुरुषज्येष्ठः पुरुषोत्तम इत्यर्थः । लोकेऽपि प्रभुः पुरुषः, किं पुनर्लोकोत्तमे धर्मे? स्वल्पबुद्धिना लोकेनाऽपि दृष्टोऽयं मार्गः, વિશેષત: તત્ત્વરિત્યપ્રાય: / ૧ /
અવતરણિકા : પ્રશ્ન : શા માટે આ પ્રમાણે = આવી વ્યવસ્થા છે કે સોવર્ષના દીક્ષાપર્યાયવાળા સાધ્વીજી ભગવંતે પણ આજના દીક્ષિત સાધુભગવંતને વંદનાદિ કરવાના?
ઉત્તર : એટલે એનું કારણ) કહે છે કે : ગાથાર્થ ધર્મ એ પુરુષોથી ઉત્પન્ન થનાર છે, વળી ધર્મ એ) પુરુષવરવડે કહેવાયેલો છે, (આથી)