________________
निश्चयस्तु
-
अप्पा जाणइ अप्पा, जहट्ठिओ अप्पसक्खिओ અપ્પા મેરૂ તં તદ્ઘ, નહ અમુદ્દાવદું હોડ્ ॥ ૨૨ ।।
अप्पा० गाहा : आत्मा यथास्थितः शुभपरिणामोऽशुभपरिणामो वा तदात्मा जानाति, न तु परः, परचेतोवृत्तीनां दुरन्वयत्वात्, अत एवात्मा जीवः साक्षी प्रत्यायनीयो यस्यासावात्मसाक्षिकः, कोऽसौ ? धर्मः। आत्मा लब्धविवेको जीवः करोति तत् तस्मात्तथा यथा आत्मसुखावहमनुष्ठानं भवति, किं પરરજીનયેત્યાદ્ભૂતમ્ ॥ ૨૨ ॥
અવતરણિકા : નિશ્ચયથી = પરમાર્થથી તો વળી -
,
ગાથાર્થ : આત્મા જે પ્રમાણે રહેલો હોય (તેને) આત્મા જ જાણી શકે છે. (માટે જ) ધર્મ એ આત્મસાક્ષિક (કહેવાયેલો છે). તેં = તેથી આત્મા તે જ પ્રમાણે કરે, જે રીતે (તે સદનુષ્ઠાન) આત્માને સુખને કરનારુ થાય. (પણ લોકને ખુશ કરવા કરે નહીં.)।। ૨૨ ।।
ટીકાર્થ : આત્મા જે પ્રમાણે રહેલો હોય એટલે કે ‘એ શુભ પરિણામવાળો = શુભ અધ્યવસાયવાળો છે કે અશુભ પરિણામવાળો = અશુભ અધ્યવસાયવાળો છે' તત્ = તે વાતને આત્મા જ જાણી શકે છે, પરંતુ બીજો વ્યક્તિ જાણી શકતો નથી.
(પ્રશ્ન : કેમ નથી જાણી શકતો ?)
ઉત્તર ઃ કેમકે પારકાના મનના વર્તનો = ભાવો દુ:ખેથી થઈ શકે છે અન્વય = બોધ જેનો એવા હોય છે. અર્થાત્ પારકાના મનના વિચારો જાણવા બહુ અઘરા હોય છે. માટે શુભ કે અશુભ પરિણામવાળા થયેલા આત્માને આત્મા જ જાણી શકે બીજો નહીં.
આથી જ = આત્મા જ આત્માને જાણી શકતો હોવાથી જ આત્મસાક્ષીવાળો (ધર્મ છે.)
આત્મસાક્ષિકનો અર્થ કરે છે કે : ‘આત્મા = જીવ એ જ છે પ્રતીતિ પમાડવા યોગ્ય = જણાવવા યોગ્ય = વિશ્વાસમાં લેવા યોગ્ય જેને એવો આ' એ આત્મસાક્ષિક કહેવાય. (અર્થાત્ કોઈપણ અનુષ્ઠાન પાછળ એ પોતાને જાતને ચૂંટી ખણીને પૂછી લેતો હોય ‘કે હું આ જે સ્વાધ્યાય, તપ, વૈયાવચ્ચ વિગેરે કરું છું એ આત્મહિત માટે જ કરું છું ને ?લોકોને બતાડવા, ખુશ કરવા તો કરતો નથીને ?' પછી એને જે સાચો જવાબ મળે એના આધારે કરવા યોગ્ય સુધારા-વધારા કરીને પછી પ્રસન્નતાપૂર્વક આત્માને નિર્મળ કરવા ધર્મ કરે. આ આત્મસાક્ષિકનો ભાવાર્થ થયો.)
પ્રશ્ન : આ આત્મસાક્ષિક કોણ છે?
:
ઉત્તર ઃ ધર્મ એ આત્મસાક્ષિક છે (અર્થાત્ આત્માને આત્મા જ જાણી શકતો હોવાથી ધર્મ એ આત્મા માટે જ ક૨વા કહેવાયેલો છે.)
૫૩