________________
પ્રશ્નમાં “વિનય’ શબ્દનો ઉલ્લેખ થઈ જતાં એ અનંતરરૂપે મળી ગયો. એથી “' શબ્દથી અનન્તર એવો વિનય' શબ્દ લેવામાં કોઈ વાંધો નહીં આવે.
(આ પ્રમાણે “સાધ્વીજી ભગવંતોએ આજના દીક્ષિત એવા પણ સાધુમહાત્માનો વિનય કરવો જોઈએ એ અંગેનું દષ્ટાંત કહી દીધું)
હવે એ જ વાતને ગ્રંથકારશ્રી કહે છે કે :
ગાથાર્થ ઃ રાજપુત્રી, ભગવતી એવા આર્યચન્દનાજી હજારોના સમૂહોવડે અનુસરાય છે અર્થાત્ હજારો લોકો એમની પાછળ જઈ રહ્યા છે તો પણ (તેઓ) માન = અહંકારને કરતાં નથી (કે “મારો કેવો જોરદાર પ્રભાવ છે') પણ તેને તે પ્રકારે નક્કી પણે જાણે છે અર્થાત્ તે પ્રભાવરૂપ પ્રસંગને ગુણજનિતરૂપે નિયમથી માને છે. / ૧૨ //
(અને) એક દિવસના દીક્ષિત એવા દ્રમક = ભિખારી (સેડુવક મહાત્મા)ની આગળ આર્યા = સાધ્વી એવા આર્ય ચંદના = પૂજ્ય ચંદનબાળાશ્રીજી (ઉભા થયા અને) આસનગ્રહણને (કરવાને) ઈચ્છતા નથી = આસન પર બેસવાની ઈચ્છા ધરાવતા નથી
તે વિનય = સેડુવક મહાત્માનો સાધ્વીચંદનાજીવડે કરાયેલો એવો આ સાધુસંબંધી વિનય સર્વે પણ સાધ્વીજી ભગવંતોનો હોય છે અર્થાત્ સર્વે પણ સાધ્વીજીઓએ સાધુઓનો ઉપરોક્ત વિનય કરવો જોઈએ.// ૧૩ //
ટીકાર્ચ ઃ ભગવતી = બાહ્ય-અત્યંતર ઐશ્વર્યવાળા, રાજપુત્રી એવા આર્ય ચન્દનાજી (આર્ય શબ્દ એ વખતે વપરાતો પૂજ્યતા વિગેરેનો વાચક શબ્દ છે.) વૃન્દોના હજારો વડે અનુસરાય છે. (પ્રશ્ન : કોના વૃન્દોના હજારો અહીં લેવાના છે?)
ઉત્તર : પૂજિત = પૂજનારા એવા લોકોના વૃન્દોના હજારો વડે અર્થાત્ હજારો પૂજકલોકોના સમૂહો વડે અનુસરાય છે. “પૂજક લોકોના' એ શબ્દ ગાથામાં નહીં હોવા છતાં પ્રસ્તુતના આધારે જણાય છે.
(પ્રશ્ન : ગાથામાં “સહસ્ત્ર' શબ્દ પહેલાં મૂક્યો છે અને “વૃન્દ્ર' શબ્દ પછી મૂકવામાં આવ્યો છે. જ્યારે ટીકામાં એના કરતાં ઉંધી રીતે લખેલ છે. આવું કેમ?)
ઉત્તર : ભાઈ! આ ગાથા પ્રાકૃતમાં છે અને પ્રાકૃત હોવાને લીધે “વૃન્દ' શબ્દનો પરનિપાત = સહસ્ત્ર શબ્દ પછી મૂકેલ છે. બાકી નિયમ પ્રમાણે સંખ્યાવાચક શબ્દ સામાન્યથી પછી જ મૂકવામાં આવે છે અને એટલે જ ટીકામાં એ રીતે લખેલ છે.
(હજારો માણસો વડે પૂજાય છે) તો પણ માન = ગર્વ અહંકારને કરતાં નથી. (પણ) તે પ્રસંગને તથા = તે પ્રકારે નિશ્ચિતપણે જાણે છે (ક્યા પ્રકારે જાણે છે? તો કહે છે કે :) આ ગુણોનું માહાત્મ છે = પ્રભાવ છે, નહિ કે મારો આ પ્રકારે નિશ્ચિતપણે જાણે છે. માટે