________________
અને (આ જ પ્રસંગને પુરુષની પ્રધાનતા સિદ્ધ કરવાપૂર્વક ગ્રંથકા૨શ્રી) કહે છે કે ઃ
ગાથાર્થ ત્યારે – તે કાળે વાણારસી નગરીમાં (વારાણસી કે વાણા૨સી બંને એક જ છે) સંબાધન
=
નામના રાજાની રુપવતી એવી એક હજારથી વધુ કન્યાઓ હતી. ।। ૧૬ ।।
(અને ?) તો પણ = સ્ત્રીઓ હજા૨ ક૨તાંય વધુ સંખ્યાવાળી હોવા છતાં પણ તે રાજ્યલક્ષ્મી વિનાશ પામતી છતી (શત્રુ વિગેરે દ્વારા વિનાશ પામવાની શક્યતા વાળી થઈ છતી) તે = સાધિકહજાર સ્ત્રીઓવડે રક્ષણ કરાઈ = બચાવાઈ નહીં. (પણ) (પટ્ટરાણીના) પેટમાં રહેલા એકમાત્ર એવા અંગવીર વડે (તે રાજ્યલક્ષ્મી) બચાવાઈ.
(આ દૃષ્ટાંત જ પુરુષની પ્રધાનતાને સ્પષ્ટપણે સાબિત કરી દે છે.) ।। ૧૭ |
ટીકાર્થ : પહેલી ગાથા એ કહેવાયેલ અર્થવાળી છે. અર્થાત્ આ પહેલી ગાથાનો અર્થ અમે અવતરણિકામાં કરી દીધો છે.
(હવે બીજી ગાથાનો અર્થ કરે છે કે )
(અને ?) તો પણ (સાધિક હજાર સ્ત્રીઓ હોવા છતાં પણ) તે રાજ્યલક્ષ્મી રગદોળાતી = નાશ પામતી છતી (નાશ પામવાની તૈયારીવાળી છતી) તેઓ વડે = કન્યાઓ વડે રક્ષણ કરાઈ નહીં. અર્થાત્ સાધિકએકહજા૨ રાણીના પ્રભાવથી કાંઈ શત્રુ રાજા વિગેરે ઠંડા નહોતા પડ્યા.
(પણ પટ્ટરાણીના) પેટમાં રહેલા એવા એક માત્ર અંગવીર નામના પુરુષબાળક વડે તે વિનાશ પામતી રાજ્ય લક્ષ્મી બચાવાઈ. ।। ૧૬-૧૭ ।। (એથી સ્પષ્ટપણે આ દૃષ્ટાંત દ્વારા પુરુષની મહત્તા સિદ્ધ થાય છે.)
વિશેષાર્થ : (૧) પ્રશ્ન ઃ ૧૭મી ગાથામાં જે ‘ય’ શબ્દ છે તેનો તો કોઈ અર્થ ટીકામાં દેખાતો નથી?
ઉત્તર ઃ વાહ ! ખૂબ ધન્યવાદ આવી જ સૂક્ષ્મતા એ પદાર્થના રહસ્ય સુધી પહોંચવાની ક્ષમતા ઊભી ક૨શે. અને તમારો આ પ્રશ્ન પણ ત્યારે જ સંભવી શક્યો હશે જો તમે ટીકા ખોલતી વખતે ગાથાને નજર સમક્ષ રાખી હશે તો. એ વગર આ પ્રશ્ન શક્ય નથી. હવે આનો જવાબ અમે તમને બે વિકલ્પમાં આપશું :
(૧) ‘ય’ શબ્દનું સંસ્કૃત ‘=’ થાય અને એનો અર્થ એકદમ સહેલો હોવાને લીધે સમજાઈ જાય એવો હોવાથી ટીકાકારશ્રીએ ટીકામાં ન લીધો હોય. પણ આપણે ગુજરાતી કરતી વખતે એનો અર્થ કરી લેવાનો ખરો (જે અમે ગાથાર્થ તથા ટીકાર્થ બંનેયમાં કરી બતાડ્યો છે.)
અથવા તો
(૨) ટીકાકારશ્રીની સામે ‘તવિ મા...’ આ પ્રમાણે જ પાઠ હશે. અને એમાં તો ‘ય’ શબ્દ જ ન હોવાને લીધે એનો અર્થ ન ખોલે એ સ્વાભાવિક છે.
(આ કે આવું કોઈક પણ યોગ્ય સમાધાન વિચારી લેવું. વિશેષ બહુશ્રુતો જાણે.)
OCTO