________________
પ્રમાદથી = ઉંઘ આવી જવાથી તને મોકલી નહીં = તને સંથારો કરવાની અનુજ્ઞા ન આપી અને આ હાથ કેમ હલાવ્યો ?’’ એ પ્રમાણે કહેવાયેલી છતી મૃગાવતીએ કહ્યું.
‘‘સર્પ જાય છે.’’ તરા = ગુરુણીએ કહ્યું “ કેવી રીતે જાણે છે ?’’
તેણીએ કહ્યું “અતિશયથી = જ્ઞાનથી.'' ગુરુણીએ કહ્યું “કયા ?’’
તેણીએ કહ્યું “કેવલજ્ઞાનથી.''
તે સાંભળીને આર્યચન્દના પશ્ચાત્તાપને પામ્યા. તેમના પગમાં પડ્યા. ।। ૩૩ ||
96969
तदेवमियमुपालभ्यमानापि न कषायिता, यश्चान्योऽप्येवं कुर्यात् तद्गुणमाह
किं सक्का वोत्तुं जे, सरागधम्मम्मि कोइ अकसाओ । जो पुण धरेज्ज धणियं, दुव्वयणुज्जालिए स मुणी ।। ३४ ।।
किं सक्का० गाहा : 'किं सक्क' त्ति किं शक्यम्, अनुस्वारलोप- दीर्घत्वे प्राकृतलक्षणात्, वक्तुं, जेशब्दो वाक्यालङ्कारार्थः । सह रागेण वर्तत इति सरागः, द्वेषोपलक्षणं चैतत् स चासौ धर्मश्च, तस्मिन् सरागधर्मेऽद्यतने कश्चिदविद्यमानक्रोधादिकषायोऽकषायोऽस्तीत्येतत् किं वक्तुं शक्यं ? नैवेत्यभिप्रायः। यः पुनर्महात्मा धारयेदनुदयोदयप्राप्तविफलीकरणेन निगृह्णीयात्, धणियं - अत्यर्थं दुर्वचनोज्ज्वालितान् कर्णकटुकवागिन्धनोद्दीपितान् कषायान् स मन्यते यथावस्थितं मोक्षकारणमिति मुनिः, पुनः शब्दस्य विशेषणार्थत्वात्सरागधर्मेऽपि वर्तमानो मुनिरेव विवेककलितत्वादिति ॥ ३४ ॥
=
અવતરણિકા : તદ્દેવમ્ = તે આ પ્રમાણે ઠપકો અપાતી પણ આ = મૃગાવતી ગુસ્સે ન થઈ અને જે બીજો પણ આ પ્રમાણે કરે = કોઈ ગમે તેટલું સંભળાવી જાય તો પણ ગુસ્સો ન કરે, તેના ગુણને ગ્રંથકારશ્રી કહે છે -
ગાથાર્થ : ‘સ૨ાગ ધર્મમાં કોઈ અકષાય = કષાય વિનાનો છે' એ પ્રમાણે બોલવાને શું શક્ય છે ? જે મહાત્મા વળી દુર્વચનથી ઉદ્દીપિત કરાયેલા કષાયોને અત્યંતપણે ધારી રાખે = નિગ્રહ કરે તે મુનિ છે. ।। ૩૪ ।।
ટીકાર્થ : ગાથામાં ‘હિં સા’ પદ છે એનો વ્ઝિ શક્યમ્? એવો અર્થ ક૨વાનો છે. આ અર્થ માટે મૂળગાથામાં ખરેખર સફ્ળ પદ હોવું જોઈએ. એની જગ્યાએ ‘મા’ પદ છે એમાં અનુસ્વારનો અભાવ અને દીર્ઘત્વ (ા) કરાયા છે તે પ્રાકૃતભાષાના કારણે જાણવા. પ્રાકૃતભાષામાં આ રીતે વિધાન કરવું અદુષ્ટ છે.
‘ને’ શબ્દ વાક્યની શોભા માટે = એનો કોઈ અર્થ કરવાનો નથી. હવે પ્રથમ ચરણનો આવો અર્થ થશે : “શું બોલવાને શક્ય છે ?’’
૮૪