________________
અવતરણિકા : જે કારણથી નિશ્ચયનયના આધારે ભાવ = પરિણામ . = અધ્યવસાય જ શુભ અને અશુભ એવા કર્મનું કારણ છે એટલે ગ્રંથકા૨શ્રી એના જ અનુસંધાનમાં એક નવી વાત કહે છે કે ઃ
ગાથાર્થ : જે જે સમયે જીવ જે જે ભાવ વડે આવિષ્ટ થતો હોય અર્થાત્ જે શુભાશુભ ભાવવાળો થતો હોય. તે તે સમયે તે જીવ શુભાશુભ કર્મને બાંધે છે (અર્થાત્ શુભ અધ્યવસાય વખતે શુભ કર્મને અને અશુભ અધ્યવસાય વખતે અશુભ કર્મને બાંધે છે. પછી બહારના સ્તરે ભલેને ગમે તે શુભ કે અશુભ ક્રિયાઓ ચાલતી હોય. માટે ભાવ એ જ કર્મબંધનું પ્રધાન કારણ છે. એથી એ અધ્યવસાય પર મુમુક્ષુ આત્માની સતત ચાંપતી નજર હોવી જોઈએ.)
=
ટીકાર્થ : (પ્રશ્ન : ગાથામાં ‘જે જે સમયે’ એમ બે વાર કેમ ‘જે’ શબ્દનો ઉલ્લેખ કર્યો છે ?) ઉત્તર : ‘જે જે’ આ પ્રમાણેની વીપ્સા વડે = દ્વિરુક્તિ વડે બે વાર એક જ શબ્દના પ્રયોગ વડે ‘સઘળાય (સમયનો) સંગ્રહ કરી લેવો' એ વાતને કહી. અર્થાત્ ‘કોઈ ચોક્કસ એક સમય માટેના કર્મબંધ સંબંધી હવે કહેવાતો નિયમ ન સમજવો પણ હ૨૫ળ અંગેની આ વાત જાણવી' આ પ્રમાણેનું સૂચન વીપ્સા દ્વારા ગ્રંથકારશ્રી વડે કરવામાં આવેલ છે.
(જે જે) સમયે એટલે કે પરમનિકૃષ્ટ = સૌથી નાનામાં નાના કાળને વિષે
જીવ પ્રવેશ કરે છે = પરિણમેલો થાય છે
(પ્રશ્ન : શેના વડે પરિણમેલો થાય છે ?)
ઉત્તર : જે જે = શુભ કે અશુભ જે પ્રકારના ભાવવડે = અધ્યવસાય વડે પરિણમેલો થાય છે. (અર્થાત્ જે સમયે જીવ જે શુભ કે અશુભ ભાવવાળો થાય.)
= જીવ તે તે સમયે શુભ કે અશુભ એવા જ્ઞાનાવરણીય વિગેરે કર્મને બાંધે છે.
–
એટલે કે શુભ અધ્યવસાયમાં વર્તતી વખતે તે = શુભ ભાવ એ જ છે પ્રત્યય = કારણ જેમાં એવા શુભ કર્મને જ બાંધે અને અશુભ અધ્યવસાયમાં વર્તતી વખતે તે = અશુભભાવ એ છે પ્રત્યય = કારણ જેમાં એવા અશુભ કર્મને જ બાંધે. (માટે હ૨૫ળે જાગ્રત રહેવું.) II ૨૩ ॥
OXOXO
तस्माच्छुभ एव भावो विधेयो, न गर्वादिदूषित इत्याह च
=
धम्मो मएण हुंतो, तो नवि सीउण्हवायविज्झडिओ | संवच्छरमणसिओ, बाहुबली तह किलिस्संतो ।। २४ ॥
धम्मो मएण० गाहा : धर्मो मदेनाऽभविष्यत्, यदीति गम्यते, ततो नापि नैव सम्भाव्यत एतत्, यदुत शीतोष्णवातैर्विझटितो व्याहतो मिश्रितो वा अतिव्याप्तत्वात्, शीतोष्णवातविझटितः संवत्सरं यावदनशितो निर्भोजनो बाहुबली तथा अक्लिशिष्यत् विबाधामन्वभविष्यदिति सङ्क्षेपार्थः ।
૫૫