________________
ગાથાર્થ : રાજકુળોમાં પણ જન્મ પામેલ, જરા, મરણ અને ગર્ભાવાસથી ડરેલા સાધુઓ નિન્દજાતિવાળા વળી દાસના પણ દાસોના સંબંધી સર્વ સહન કરે છે. / ૫૫ /
ટીકાર્ચ ઃ ઉગ્રકુળ, ભોગકુળ વિ. રાજકુલોમાં પણ ઉત્પન્ન થયેલા સાધુઓ સર્વ સહન કરે છે. આ પ્રમાણે યોગ = અન્વય કરવો અન્ય કુળમાં ઉત્પન્ન થયેલાની વાત તો જવા દો. એટલે કે કષ્ટ સહન કરવાના અભ્યાસવાળા મજૂર લોકો તો સર્વ સહે જ પણ રાજકુળમાં ઉત્પન્ન થયેલા પણ સાધુઓ સર્વ સહે. (ગાસતાં... દ્વારા ‘’િ શબ્દનો અર્થ બતાડ્યો).
પ્રશ્ન : કેવા છતાં રાજકુલોત્પન્ન સાધુઓ સર્વ સહે? ઉત્તર : જરા = વયહાનિ = વૃદ્ધત્વ, મરણ = પ્રાણત્યાગ = મૃત્યુ, ગર્ભવસતિ = માતાની કુક્ષિમાં રહેવું. અહીં કરી મરઝ શર્મવતિ રૂતિ ગામUાર્મવસતય: I આ પ્રમાણે દ્વન્દ સમાસ કરવો. આ બધાથી ડરેલા (એવા સાધુઓ બધું સહન કરે.) (પ્રશ્ન ઃ ગાથામાં તો ષષ્ઠી વિભક્તિ બતાવી છે તો પંચમીમાં અર્થ કેવી રીતે કરાય?).
ઉત્તર : ગાથામાં જે ષષ્ઠી વિભક્તિ બતાવી છે તે પંચમી વિભક્તિના અર્થવાળી જાણવી. અર્થાત્ એનો પંચમી વિભક્તિ પ્રમાણે અર્થ કરવો.
(પ્રશ્ન : આ રીતે વિભક્તિનો વ્યત્યય કેવી રીતે કરાય?)
ઉત્તર : જુઓ, ગાથા પ્રાકૃતભાષામાં છે. તેથી પ્રાકૃત ભાષાને લીધે આ રીતે વિભક્તિ વ્યત્યય થતો હોય છે.
પ્રશ્ન : જરા – મરણ - ગર્ભવસતિથી ડરેલા સાધુઓ શું કરે? ઉત્તર : સહન કરે. (પ્રશ્ન : શું સહન કરે?)
ઉત્તર : નીચ = નિ જાતિવાળા એવા પણ, વળી શ્રેષ્ય = પારકાના કામો કરનારા અર્થાત્ દાસો, તેના પણ જે દાસો હોય તે શ્રેષ્ઠ પ્રખ્ય કહેવાય, તે દાસ-દાસોના સમ્બન્દિ દુર્વચન, તાડન = મારવું વિ. સહન કરે. ગાથામાં દુર્વચન, તાડનાદિ બતાવાયેલ નથી છતાં પ્રસ્તુતના આધારે જણાય છે.
વિશેષાર્થ: (૧) નીવાનામપિ - “નિન્દજાતિવાળાના પણ સંબંધિ સહન કરે” અહીં ઉપશબ્દથી તેની ઉપરના = થોડી સારી જાતિવાળા લોકો સંબંધી તો સહન કરે જ, આ લોકોને પણ સહન કરે” એમ સમજવું.
(૨) નિન્દજાતિવાળા પણ ઋદ્ધિને પ્રાપ્ત કરે ત્યારે “નાણાં વગરનો નાથીયો, નાણે નાથાલાલ' ન્યાયે પૂજ્ય બને અને તો તેના દુર્વચનાદિના સહન કરવામાં નીચસંબંધિ સહન કર્યું ન કહેવાય. આવું ન થાય એ માટે બીજું પેસપેસાઈ વિશેષણ ગ્રંથકારશ્રીએ બતાવ્યું. દાસના દાસ હોય તે ઋદ્ધિમાનું ન હોય તેથી તેમના દુર્વચનાદિના સહનમાં નીચનું સહન કર્યું જ કહેવાય એથી ફેસપેસા એવું બીજું વિશેષણ કહ્યું.
નમોડસ્તુ ત નિનશાસનાય છે