________________
ગાથાર્થ : પોતાની મતિના આધારે વિકલ્પ અને ચિંતન છે જેનું એવા, (માટે જ) સ્વચ્છંદ એવી બુદ્ધિના આધારે આચરણ છે જેનું એવા, ગુરુના ઉપદેશને માટે અયોગ્ય એવા (શિષ્ય) વડે કેવી રીતે પરલોક સંબંધી હિત કરાય ? = કરાશે ? અર્થાત્ એ પરલોક સંબંધી હિત નહીં જ સાધી શકે કેમકે ગુરુનો ઉપદેશ સાથે નથી માટે.) ।।૨૫।।
ટીકાર્થ : સૌપ્રથમ ‘નિનાવિત્વિચિંતિત’માં રહેલ ‘વિતિ’ અને ‘ચિંતિત’નો અર્થ કરે છે કે : વિલ્પિત = સ્થૂલાલોચન એટલે કે સ્થૂલ વિચારણા અને ‘ચિંતિત’ = સૂક્ષ્માલોચન એટલે કે સૂક્ષ્મ વિચારણા.
અને તેથી = વિકલ્પિત તથા ચિંતિતનો આવો અર્થ છે માટે (હવે અર્થ આ પ્રમાણે કરવો) (વિકલ્પિત અને ચિંતિતનો અર્થ પહેલા એટલા માટે આપી દીધો કે કોઈ એને ભૂતકૃદન્તવાળા શબ્દો સમજી ન બેસે.)
(શિષ્ય અહંકારી છે અને એવા અહંકારી શિષ્યને) ગુરુના ઉપદેશનો અભાવ હોવાથી નિજકમતિ એટલે કે પોતાની બુદ્ધિના આધારે સ્થૂલવિચાર (અને) સૂક્ષ્મવિચાર છે જેનો એવો તે શિષ્ય છે
માટે જ = પોતાની બુદ્ધિ વડે વિચાર કરે છે માટે જ સ્વતંત્ર એટલે કે શાસ્ત્ર નિરપેક્ષ મતિના આધારે છે વર્તન જેનું એવો તે શિષ્ય છે અને તેવા વ્યક્તિ વડે કેવી રીતે પરલોક સંબંધી હિત કરાય ? = કરાશે ? અર્થાત્ એ નહિં જ કરી શકે. કેમકે (ગુરુ, ગુરુનો ઉપદેશ, શાસ્ત્ર વિગેરે જે પરલોકમાં હિત માટેના ઉપાયો ગણાય તે) કોઈપણ ઉપાય એની પાસે નથી માટે ઉપાયનો અભાવ હોવાને લીધે ઉપેય એવું પરલોક સંબંધી હિત એ અહંકારી, સ્વછંદ વ્યક્તિ નહીં કરી શકે.
(પ્રશ્ન : કોણ છે તે વ્યક્તિ ? જેના વડે પરલોકહિત નહીં કરી શકાય ?)
ઉત્તર : ગુરુનો અનુપદેશ્ય અર્થાત્ ગુરુ માટે ઉપદેશ આપવાની દૃષ્ટિએ નાલાયક એવા ભારે કર્મી શિષ્ય વડે (પરલોકહિત નહીં કરી શકાય.)
:
પુર્વનુપદ્દેશ્ય: શબ્દનો અર્થ ખોલવાપૂર્વક સમાસ ખોલે છે ઃ ઉપદેશને જે યોગ્ય છે = ઉપદેશ્ય, તેનાથી અન્ય = બીજો એ અનુપદેશ્ય = ઉપદેશને માટે અયોગ્ય, ગુરુના ઉપદેશને માટે અયોગ્ય = પુર્વનુપદ્દેશ્ય: ‘ભારેકર્મી શિષ્ય’ આ વિશેષ્ય ગાથામાં નહિં હોવા છતાં વાક્યના શેષરૂપે અહીં સમજી લેવાનો છે.
|| ૨૫ ||
(આ પ્રમાણે આ ગાથા દ્વારા ‘અહંકારી વ્યક્તિ ગુરુના ઉપદેશ માટે અયોગ્ય થાય છે અને એથી એ પરલોકહિત નહીં કરી શકતાં સ્વાર્થ સાધક પણ નહિં બની શકે.’ એ વાત કરી.)
किञ्च
ஸ்ஸ்ஸ்
थद्धो निरुवयारी, अविणीओ गव्विओ निरणाम | साहुजणस्स गरहिओ, जणे वि वयणिज्जयं लहइ ।। २६ ।।
थद्धो० गाहा : स्तब्धोऽनीचैर्वृत्तिः, शरीरेऽपि दर्शितमानविकार इत्यर्थः निरूपकारी कृतघ्नः,