________________
મૃત્યુના અંગીકારપૂર્વક અનિચ્છિત એવા તેને વૈરાગ્ય થયો. (અને) એના વડે વિચારાયું કે “આ મારા પાપો રૂપી વૃક્ષનું ફળ છે. તેથી પત્નીના સંગ્રહથી સર્યું. હવે એ પાપરૂપી વૃક્ષના ઉન્મેલનમાં = નાશમાં યત્ન કરું” આ પ્રમાણે સારી રીતે વિચારીને (મામાના ઘરેથી નીકળ્યો અને ગામ - પરગામ) ફરતાં તેના વડે કોઈક આચાર્ય જોવાયા. તેમની પાસે ધર્મ સાંભળીને દીક્ષા લીધી. (કાળક્રમે) સાધુજીવનના આચારોનો અભ્યાસ કર્યો અને આગમોના જ્ઞાતા બન્યા. આ રીતે જ્ઞાન અને ક્રિયા વડે પૂર્ણ થઈને) તેઓએ ૫૦૦ સાધુના ગચ્છની વૈયાવચ્ચ કરવાનો અભિગ્રહ લીધો (અને) વૈયાવચ્ચ કરવા લાગ્યા. ઉત્સાહપૂર્વક વૈયાવચ્ચ કરતા અને આત્માને “કૃતકૃત્ય છું' એમ ભાવિત કરતા તેમનો ઘણો કાળ ગયો.
એક વખત ઈન્દ્ર વડે પોતાની દેવ સભામાં પ્રશંસા કરાઈ કે “નર્દિષેણ ધન્ય છે, કૃતાર્થ છે કે જે દેવો વડે પણ ધર્મથી ભ્રષ્ટ કરી શકાય એમ નથી.” શક્ર = ઈન્દ્રની તે = આ પ્રશંસાને સાચી નહીં માનતો કોઈક દેવ (મર્યલોક પ૨) ઉતર્યો (અને) સાધુના ઉપાશ્રયના દ્વારે ઉભો રહીને બોલ્યો - “જંગલમાં ગ્લાન સાધુ રહ્યા છે.” તે સાંભળીને છઠ્ઠના પારણે હાથમાં પ્રથમ કોળિયો ગ્રહણ કરેલા નન્દિષેણ મુનિ તે કોળીયાનો ત્યાગ કરીને તરત ઉપાશ્રયેથી નીકળ્યાં. મહાત્મા જે સ્થાને રહ્યા છે તે પ્રદેશને અને તેમની અવસ્થાને પૂછીને પાણી, ઔષધ વિગેરે માટે ગોચરીમાં = ભિક્ષાટનમાં (માટે) પ્રવિષ્ટ: = ગયા. (ત્યારે દેવે અનેષણા કરી.) દેવે કરેલ છે અનેષણાને અદીનમનવાળા એવા તેમણે લાભાન્તરાયના ક્ષયોપશમની ઉત્કટતા હોવાથી સંપૂર્ણપણે જીતીને (અર્થાત્ અત્યારે દેવકૃત અનેષણા થતી હોવાથી લાભ થવો અત્યંત અઘરો હતો, છતાં એમના ઉત્કટ વૈયાવચ્ચેના ભાવને લીધે ઉત્કટ એવો લાભાંતરાયનો ક્ષયોપશમ થઈ ગયો અને એને લીધે અલાભ પરિષદને જીતીને) એષણીય = નિર્દોષ પાણી વિ. લઈને તે પ્રદેશ ગયા (જ્યાં ગ્લાનિસાધુ હતા.) દેવ વડે અશુચિથી ખરડાયેલા અને “હે કુસાધુ! પોતાનું પેટભરવામાં તત્પર! તને ધિક્કાર હો..” વિગેરે કર્કશ વચનો વડે બૂમો પાડતા ગ્લાન સાધુ દેખાડાયા.. - ત્યારબાદ “ખરેખર અધન્ય એવા મારા વડે આ મહામુનિ માનસિક ખેદ પહોંચાડાયા. (ખેર, હવે) આ કેવી રીતે સારા થશે?' એ પ્રમાણે વિચારતા તેમના વડે તેમનો = ગ્લાન સાધુનો દેહ સાફ કરાયો. નદિષેણ વડે (ત્યારે) “ધીરજ રાખો. ઉપાશ્રયે જઈને આપને નિરોગી કરું છું. ” આ પ્રમાણે મધુરવચનો વડે સારી રીતે આશ્વાસન અપાયેલ તે (ગ્લાન સાધુ) બોલ્યા, “હે પાપી! તું મારી અવસ્થાને જાણતો નથી. હું એક ડગલું પણ જવાને = ચાલવાને સમર્થ નથી.” ત્યારબાદ પોતાની પીઠ પર તેમને ચઢાવીને ઈતર = બીજો = નંદિષેણ જવા લાગ્યા... (ત્યારે) દેવ પણ દુર્ગધી એવા અશુચિ વિગેરેને છોડે છે. (અને) “હે દુરાત્મા! તને ધિક્કાર છે. વેગવિઘાતને કરે છે. (મને થંડીલ થઈ જાય એ રીતે ચાલે છે)' વિગેરે કડવાવાક્યો વડે શાપ આપે છે = તિરસ્કાર કરે છે. ઈતર = નર્દિષેણ પણ એકદમ વધતાં તીવ્રતરશુભપરિણામવાળા આ મહાત્મા કેવી રીતે સ્વસ્થ થાય” એમ વિચારતાં (અને) “મિચ્છામિ દુક્કડમ્, હવે સારી રીતે લઈ જાઉં છું'' એ પ્રમાણે બોલતાં(ઉપાશ્રય તરફ) ગયા.
ત્યારબાદ તેમના ચરિત (= ધર્માચરણ)થી આવર્જિત મનવાળા દેવ ઈન્દ્રનો યોગ્ય સ્થાને પક્ષપાત