________________
તત્ = તે કારણથી = ધર્મ એ આત્મા માટે હોવાથી આત્મા = મેળવાયેલો છે વિવેક જેના વડે એવો જીવ, તથા = તે પ્રમાણે (જ) કરે,
=
યથા = જે પ્રમાણે આત્માને સુખ પહોંચાડનારુ અનુષ્ઠાન = ધર્મ સંપન્ન થાય. (અર્થાત્ જીવની અને
=
ધર્મની વાસ્તવિકતા જાણ્યા બાદ આત્મા પોતાના સુખને માટે જ કોઈપણ અનુષ્ઠાન કરે પછી એવા વિવેક સંપન્ન જીવને) બીજાને ખુશ કરવા વડે શું કામ છે ? અર્થાત્ કશું કામ રહેતું નથી.
આ પ્રમાણેનો ઉપ૨ કહેવાયેલ વાતનો આબૂત = અભિપ્રાય છે.
(આ ગાથામાં ‘નિશ્ચયથી આત્મા આત્માને સંપૂર્ણ રીતે જાણીને આત્મા માટે જ ક૨વા કહેવાયેલ ધર્મને તે રીતે ક૨શે જે રીતે આત્મા સર્વકર્મોના ક્ષય દ્વારા સાચા અર્થમાં સુખી બને’ એ વાત કહેવાઈ એથી અહીં વેષની પ્રધાનતા ઉડી ગઈ. પરિણામની જ પ્રધાનતા સાબિત થઈ અને એ નિશ્ચયનયને આશ્રયીને સંગત જ છે.
જ્યારે સ્યાદ્વાદીને વ્યવહાર - નિશ્ચય ઉભય નય માન્ય હોવાથી એ ‘તે તે અવસરે વેષ તથા પરિણામ બંનેની પ્રધાનતા છે' એમ માનશે.) || ૨૨ ।।
વિશેષાર્થ : (૧) પ્રશ્ન ઃ ઉત્તરાર્ધમાં રહેલ ‘આત્મા’ શબ્દનો કેમ ‘નવિવેજો ગૌવ:’ આવો વિશિષ્ટ અર્થ કર્યો?
ઉત્તર : આગળ જે વાત કરવાની છે એના આધારે આવો અર્થ કરવો આવશ્યક છે. કેમકે વિવેક સંપન્ન જીવ જ ‘દેહ-પુદ્ગલથી આત્મા જુદો છે' આવું વિવેક જ્ઞાન કરીને જેનાથી આત્માને સુખ ઉપજે એમ હોય તેમ કરે, પુદ્ગલ-દેહને પ્રધાનતા આપે નહિં. જ્યારે અવિવેકી જીવનું તદ્દન વિપરીત ખાતુ હોય છે. એ દેહને, પુદ્ગલને જ સર્વસ્વ માનીને એને સુખ આપવા માટે ધમપછાડા કર્યા કરે અને ધર્મને બાધા પહોંચાડ્યા કરે. માટે ગાથામાં આગળ ‘જીવ આત્મપ્રસન્નતાકા૨ક અનુષ્ઠાન કરે છે’ આ વાત કરવાની હોવાથી એમાં ‘જીવ’ તરીકે કોઈ ગમે તે ‘જીવ’ સમજી ન બેસે માટે ટીકાકારે પહેલેથી ઉપરોક્ત વિશિષ્ટ અર્થ કરી દીધો.
ஸ்ஸ்ஸ்
यतो भाव एव शुभाशुभकर्मकारणमित्याह
जं जं समयं जीवो, आविसई जेण जेण भावा
सो तंमि तंमि समए, सुहासुहं बंधए कम्मं ।। २३ ॥
जं जं० गाहा : यं यमिति वीप्सया सर्वसङ्ग्रहमाह, समयं परमनिकृष्टं कालं जीव आविशत्यास्कन्दति येन येन शुभाशुभेन भावेन परिणामेन, स जीवस्तस्मिंस्तस्मिन् समये शुभाशुभं तद्भावप्रत्ययमेव नाति कर्म ज्ञानावरणादीति ॥ २३ ॥