________________
ટીકાર્થ : (હવે ટીકાકારશ્રી પ્રથમ શ્લોકનો અર્થ જુદી રીતે કરે છે) અથવા... અથવા,
વીર ભગવાન જીવંત હોતે છતે (ત્યારની અવસ્થાને લઈને એમનામાં જે ગુણ સંગત થતો હતો તે) ગુણની આ સ્તુતિ પ્રકરણકાર = ગ્રંથકારશ્રી વડે કાકુ દ્વારા = આડકતરી રીતે કરાઈ છે. તે ગુણસ્તુતિ આ પ્રમાણે છે. ‘ઋષભદેવ તે જગતના મસ્તકને વિષે મણિરૂપ છે'. આનો ભાવાર્થ આ પ્રમાણે જાણવો કે : ઋષભદેવ હમણાં મુક્તિના સ્થાન = મોક્ષને વિષે રહેનારા રહેલા છે (અને એ સ્થાન ચોદ રાજલોકની ઉ૫૨ છે જે લોકનું મસ્તકરૂપ ગણાય) અને એવા સ્થાન ૫૨ રહેલા હોવાથી ‘ૠષભદેવ ચૌદ૨ાજસ્વરૂપ આ લોકની ઉપર મસ્તક ભાગને વિષે વર્તનારા છે' આવો ફલિતાર્થ આ ‘નાન્દૂડાળિભૂત: '
વિશેષણનો જાણવો.
=
(પ્રભુ વીર જીવતાં હતાં ત્યારે આદિનાથ પ્રભુ નિર્વાણ પામી ગયા હતાં માટે એમના માટે આ વિશેષણ બરાબર છે.)
વીર પ્રભુ વળી (વર્તમાનમાં જીવંત છે અને ગ્રંથકારશ્રી પણ એમના શિષ્ય તરીકે હોવાથી સમકાલીન છે માટે ગ્રંથકારશ્રીને વીર પ્રભુ) પ્રત્યક્ષપણે દેખાતાં હોવાથી ત્રણ લોકરૂપી લક્ષ્મીદેવીના (ભાલપ્રદેશવિષે) તિલક = આભૂષણવિશેષ સમાન છે અર્થાત્ ‘ભુવનરૂપીલક્ષ્મીને શોભાવનાર છે' એપ્રમાણે આ વિશેષણનો તાત્પર્યાર્થ છે.
ભાવ =
(‘આ હીરાનો હાર આ વ્યક્તિને (વર્તમાનમાં) શોભાવનાર છે’ આવું કોઈ વ્યક્તિ ક્યારે બોલે ? જ્યારે સામે રહેલ ત્રીજી વ્યક્તિએ એ હાર પહેર્યો હોય. તેમ અહીં પણ વીર પ્રભુને ‘શોભાવનાર’ તરીકે જે કહ્યા તે જો પ્રભુ જીવતાં હોય તો જ સંભવી શકે. માટે વીર પ્રભુની જીવંત અવસ્થાને આશ્રયીને આ સ્તુતિ ગ્રંથકા૨શ્રી વડે કરાઈ.)
તથા = અને
આ બે પ્રભુની વચ્ચે એક (જે) ૠષભદેવ છે (તે) લોકને વિષે સૂર્ય સમાન છે. કેમકે સૂર્ય જેમ પ્રભાતમાં તેમ તેઓ યુગની આદિમાં વિવેકરૂપી પ્રતિબોધ = જાગ્રત દશા પ્રગટાવવા દ્વારા અને પદાર્થોને પ્રકાશિત કરનારા હોવાથી સઘળાય = લોકોત્તર અને લૌકિક રૂપ સમસ્ત વ્યવહારના કારણ છે.
(અર્થાત્ જેમ પ્રભાતે સૂર્યનો ઉદય થતાં લોકો નિદ્રાનો ત્યાગ કરે અને સૂર્યના પ્રકાશને કા૨ણે બધી વસ્તુઓ સ્પષ્ટ દેખાતી હોવાથી લોકો ઉઠીને પોતાની દૈનિક ક્રિયાઓ - વ્યવહારો શરૂ કરે, તેમ,
ઋષભ પ્રભુએ પણ યુગલિક કાળ બાદના યુગની શરૂઆત થઈ ત્યારે લોકોને વ્યવહા૨, ધર્મ વિગેરે વિષયક વિવેક = અજ્ઞાનનો ત્યાગ કરાવ્યો અને પછી બધા પદાર્થોનું સ્પષ્ટ જ્ઞાન કરાવ્યું ત્યારબાદ લોકોએ લૌકિક - લોકોત્તર બધા વ્યવહારો બરાબર શરૂ કર્યા. માટે આ સરખાપણાને લઈને ઋષભ પ્રભુ લોકને વિષે સૂર્ય જેવા છે)
(તે બે પ્રભુમાં) વળી એક (જે) વીર પ્રભુ છે (તે) ત્રણ ભુવનના ચક્ષુ સમાન છે.
૧૧