________________
ટીકાર્થ : સંવત્સર = (એક) વર્ષ સુધી “ઋષભજિન' = ઋષભ નામના પ્રથમ તીર્થંકર, (અને) છ મહિના સુધી ‘વર્ધમાન નામના જિનચંદ્ર = શ્રી વર્ધમાન નામના, ઋતજિન વિગેરે જે અનેક પ્રકારના જિનરૂપી નક્ષત્રો છે તેઓના રાજા સમાન (અર્થાત્ જેમ નક્ષત્રોનો રાજા ચંદ્ર કહેવાય તેમ પ્રભુ વીરજિન શ્રુતજિન વિગેરેના રાજા છે માટે ચંદ્ર સમાન કહ્યા.)
(પ્રશ્ન ઃ કેમ પ્રભુવીર એ રાજા સમાન છે?)
ઉત્તર : કેમકે પ્રભુ વીર એ શ્રુત વિગેરે જિનોમાં (કેવળજ્ઞાન, સમવસરણ વિગેરેરૂપ ઋદ્ધિ વિગેરેની અપેક્ષાએ) પ્રધાન = શ્રેષ્ઠ છે માટે જિનોમાં ચંદ્ર સમાન છે.
આ પ્રમાણે (આટલા કાળ સુધી) આ બંન્નેય પ્રભુ વિહર્યા = ઉપસર્ગો અને પરિષદોને સહન કરવા માટે (જગતને વિષે) ચારેબાજુ વિચર્યા.
(પ્રશ્ન : કેવી રીતિએ પ્રભુ વિચર્યા?) ઉત્તર ઃ ભોજન વગર અર્થાત્ ઉપવાસી રૂપે વિચર્યા. આ પ્રમાણે (બંને પ્રભુના તાપૂર્વકના વિચરણનું) સ્વરૂપને કહીને (હવે) શિષ્ય પ્રતિ કહે છે કે : આપે તપ કર્મ = તારૂપી ક્રિયાને વિષે યત્ન કરવો જોઈએ. (પ્રશ્ન : ગુરુજી! કોને નજરમાં રાખીને મારે યત્ન કરવો જોઈએ?).
ઉત્તર : આ બંનેય = ઋષભ તથા વર્ધમાન પ્રભુની ઉપમા વડે અર્થાત્ એઓના ઘોર પરિષહો ઉપસર્ગો સહન કરવા પૂર્વકના તપને નજર સમક્ષ રાખીને તપને વિષે યત્ન કરવો જોઈએ.
પ્રશ્ન : પરમાત્મા જેવી શક્તિ તો કોની પાસે હોઈ શકે? અર્થાત્ કોઈની પાસે ન હોય તેથી તમે અત્યારે જે શિષ્યને પરમાત્માના વિશિષ્ટ તપ સમાન તપ કરવાનું કહો છો તે શિષ્ય (અર્થાત્ વર્તમાનનો કોઈપણ વ્યક્તિ) તેવા પ્રકારની (પરમાત્મ સમાન) શક્તિથી રહિત છે. અને એ રહિત હોવાથી એને અપાતો) આ ઉપદેશ અશક્ય અનુષ્ઠાન વાળો = નથી શક્ય કરણ - પાલન જેનું એવો છે. (માટે શિષ્ય પ્રતિ તમારો આ ઉપદેશ નિરર્થક છે.)
ઉત્તર : આ પ્રમાણે જો તમે કહેતાં હો, તો તમારી આ વાત ખોટી છે, કેમકે અહીં = આ ઉપદેશની પાછળ ખરેખર આ તાત્પર્ય છે :
આ બંનેય પ્રભુ ચરમશરીરી = તદ્ભવમોક્ષગામી હોવાથી ગમે તે રીતે = તપ કરે કે ન કરે મોક્ષે જનારા જ હતાં છતાં એવા પણ પ્રભુ જો આ પ્રમાણે = વિશિષ્ટ તપ કરવા પૂર્વક વિચર્યા.
(તો પછી) એમનાથી = ચરમશરીરી પ્રભુથી અન્ય = બીજા વ્યક્તિ વડે કે જેનું (તે જ ભવમાં) મોક્ષ ગમન સંદિગ્ધ = સંદેહવાળું છે એવા વ્યક્તિ વડે તો એકાન્ત મોક્ષનું કારણ એવા તેમના વડે = પરમાત્મા વડે કહેવાયેલ તપઃ કર્મમાં શક્તિ પ્રમાણે સુતરાં = નક્કી આદર = પ્રયત્ન કરવો જ જોઈએ.
(પ્રશ: “મોક્ષે જવું હોય તો તપમાં આદર કરવો જોઈએ એવું શા માટે? શું ખાતાં-પીતાં મોક્ષે ન જવાય?)