________________
ઉત્તર : તથાવિધ = સંગ્રહશીલ આચાર્ય એ ગણ = ગચ્છ = સમુદાયની વૃદ્ધિના કારણ છે માટે આ વિશેષણ દર્શાવેલ છે. (અર્થાત્ આચાર્ય = ગણનાયક ગણાય અને જો ગણ જ ન હોય તો પછી આચાર્ય કોના? માટે ગણ હોવો આવશ્યક છે અને એ જેટલો વધુ હોય તેટલી આચાર્યની વિશિષ્ટતા વધુ ગણાય અને એ ગણની વૃદ્ધિ સંગ્રહશીલતાને લીધે થાય છે. માટે “સંગ્રહશીલ ગુણ પુણ્યોદયજન્ય હોવા છતાં એ “આચાર્યત્વને સ્થાપિત કરનાર હોવાથી લખેલ છે.
(પ્રશ્ન ઃ “સંગ્રહશીલતા' શિષ્યો સંબંધી હોય તે હજુ સમજ્યા કેમકે શિષ્યોના સંગ્રહથી ગણ વૃદ્ધિ ને પામે પણ વસ્ત્ર, પાત્ર વિગેરેના પણ સંગ્રહશીલ તરીકે આચાર્ય ભગવંતને વિશેષિત કરવાનું શું કામ? એઓ કાંઈ થોડી વસ્ત્ર, પાત્ર વિગેરે શોધવા જવાના?
ઉત્તર : શિષ્યો વસ્ત્ર, પાત્ર, ભોજન વિગેરે બાહ્ય આધાર વગર ટકી ન શકે અને એમની સંખ્યા વધી પણ ન શકે માટે એ બધાની પણ સંગ્રહશીલતા આચાર્યશ્રીમાં જોઈએ. વળી તમારી એ વાત સાચી કે “એઓ પોતે તો નથી લેવા જવાના.' પણ એમનો પુણ્યપ્રભાવ જ એવો વિશિષ્ટ હોય કે જેના પ્રભાવે એ ગામ વિગેરેમાં ગવેષણા કરતાં એવા મહાત્માઓને સહજતાથી જ નિર્દોષ સામગ્રી પૂરતાં પ્રમાણમાં મળી રહે માટે સરવાળે એમ કહેવાય કે આચાર્યશ્રી પોતે વસ્ત્ર વિગેરેના સંગ્રહશીલ હોય. અહીં આટલો ખુલાસો જાણી લેવો કે “સંગ્રહશીલ આચાર્ય હોય એટલે “નાહકના પોટલાઓનો પરિગ્રહ કરનારા આચાર્ય હોય” આવો અર્થ ન સમજવો પણ “ગચ્છને જરૂરિયાત પૂરતી સામગ્રીનો સંગ્રહ કરનારા અને
જ્યારે જે વસ્તુની જરૂર પડે ત્યારે તે વસ્તુને પોતાના પુણ્યપ્રભાવથી પ્રાપ્ત કરાવી આપનારા આચાર્યશ્રી હોય” આ પ્રમાણે અર્થ કરવો.) (હવે મૂળ પંક્તિઓના અર્થ પર આવીએ.)
(૧૧) મહતિલ: = અભિગ્રહો = દ્રવ્ય વિગેરેને વિષે (વિગેરેથી ક્ષેત્ર, કાળ, ભાવ જાણવા) અનેક પ્રકારના નિયમો,
તે નિયમોને વિષે મતિ છે જેમની એવા તે = અભિગ્રહોને વિષે મતિવાળા,
અહીંયા મતિ એટલે “સ્વવિષયમાં = પોતાના સંબંધી તે = નિયમોને ગ્રહણ કરવાનો પરિણામ અને પરના વિષયમાં તે = નિયમોને ગ્રહણ કરાવવાનો પરિણામ.” એમ બે પ્રકારની જાણવી.
(અર્થાત્ આચાર્યશ્રી પોતે પણ નિયમો લેવાની ઈચ્છાવાળા હોય અને આશ્રિત ગણને પણ વાત્સલ્યભાવથી, હિતબુદ્ધિથી નિયમો લેવરાવવાની ઈચ્છાવાળા હોય.)
(૧૨) વિજ્યન: = ઘણું બોલ-બોલ કરનારા ન હોય, કારણસર, થોડુંક બોલનારા હોય અથવા પોતાની શ્લાઘા = વખાણ, વાહ-વાહમાં (કરવા - કરાવવામાં) તત્પર ન હોય, (આત્મપ્રશંસક ન હોય.)
(૧૩) રરપત્ર: = સ્થિર છે સ્વભાવ જેમનો એવા, (વિહાર વિગેરે કોઈ પણ કાર્ય વખતે જેમના સ્વભાવમાં ઉતાવળીયાપણું ન આવતું હોય એવા,) (હા! પ્રમાદને અટકાવવા બહારથી ઉતાવળ કરે ખરી.)
(૧૪) પ્રશાન્તય: = ક્રોધ વિગેરે વિગેરેથી માન, માયા, લોભ, હાસ્ય, શોક વિગેરે જાણવા)થી