________________
ટીકાર્ય : “જો તું અર્થને ધારણ કરે છે તો શું કામ તપને કરે છે.” આ પ્રમાણે ગાથામાં ક્રિયાપદનો અન્વય કરવાનો છે.
તું જે અર્થને ધારણ કરે છે એ અર્થ કેવા પ્રકારનો છે? તે જણાવે છે.
(૧) દ્રોપતિપૂનગાનં અહીંતોષા:= જેના વડે આત્મા દૂષિત કરાય તે દોષો કહેવાય. તે દોષો રાગ-દ્વેષ વિ. અથવા પ્રાણિહિંસા વિ. છે. કારણકે, તે બધા વડે જ કર્મબંધ દ્વારા આત્મા દૂષિત કરાય છે. (અર્થ) આવા સેંકડો દોષોનું કારણ છે અને જાળ જેવો છે. એવા અર્થને.. (અન્વય આગળ બતાડી દીધો છે.)
(પ્રશ્ન : અર્થને જાળની ઉપમા કેમ આપી?).
ઉત્તર : જેમ માછલાને માછીમારની જાળ બંધ = પકડવાં કારણ છે તેમ અર્થ પણ કર્મબંધનું કારણ છે. આ કારણે અર્થને જાળની ઉપમા આપી છે.
(અહીં સમાસવિધિ આ પ્રમાણે થશે.. સૌપ્રથમ દોષ શબ્દની વ્યુત્પત્તિ કરી છે. (૧) સુથરે માત્મા મારૂતિ દ્રોણા: I (૨) સોપાનાં શતનિ તિ ઢોષશતાનિ ! (૩) પશતાનાં પૂનમ્ રૂતિ ટોપશતપૂનમ્ (४) दोषशतमूलम् चासौ जालम् च इति दोषशतमूलजालम्, तद् ।
(કર્મધારયસમાસ વિશેષણ-વિશેષ્યની જેમ વિશેષણ-વિશેષણનો પણ થાય. અહીં બે વિશેષણોનો કર્મધારય સમાસ થયો છે. દ્વિતીય વિશેષણનામ કનિમ્ નપુંસકલિંગ છે તેથી અંતિમ સામાસિક પદ નપુંસકલિંગ થયું. તેની દ્વિતીયા એ.વ. વિભક્તિ દર્શાવવા તત્ મૂક્યું અને બે વિશેષણના કર્મધારય સમાસનો વિગ્રહ વિશેષણ-વિશેષ્ય કર્મધારય સમાસના વિગ્રહની જેમ વિશેષ્યના લિંગથી જ થાય. તેથી અહીં વિશેષ્ય નામ મર્થ પુલિંગ હોવાથી વિગ્રહમાં ત્રણ મૂક્યું છે.).
અથવા = ટીકાકારશ્રી બીજી રીતે સમાવિધિ બતાવે છે કે – વૃક્ષોના મૂળિયાના જાળાની જેમ સેંકડો દોષો રૂપી કારણોનો સમૂહ છે જેનો એવો અર્થ છે.
(જમ વૃક્ષ મૂળિયાના જાળા પર ઊભું રહે તેમ અર્થ સેંકડો દોષો પર રહે છે. અર્થાત્ સેંકડો દોષો કરો ત્યારે અર્થ પ્રાપ્તિ થાય એવો ભાવાર્થ છે.)
(અહીં મૂનનાન્ન પદ વૃક્ષ અને ટોપશતાનિ બંને સાથે જોડવાનું છે. જ્યારે વૃક્ષ સાથે જોડીએ ત્યારે મૂળિયાનું જાળું' એવો અર્થ કરવો અને જ્યારે દ્રોપશતાનિ સાથે જોડીએ ત્યારે “કારણોનો સમૂહ” એવો અર્થ કરવો.) (પ્રશ્ન : તોપણતમૂનાનું આ રીતે બે વ્યાખ્યા કરવાનું શું પ્રયોજન? ઉત્તર : પ્રથમ વ્યાખ્યામાં અર્થ દોષશતનું કારણ બતાવાયું એટલે કે દોષશત અર્થથી થાય એમ બતાવાયું,
જ્યારે દ્વિતીય વ્યાખ્યામાં અર્થ દોષશતનું કાર્ય બતાવાયું એટલે કે દોષશતનું સેવન કરો તો અર્થપ્રાપ્તિ કરી શકો. એમ બતાવાયું.
બન્ને વ્યાખ્યામાં આ રીતનો કાર્ય-કારણભાવનો ભેદ છે માટે બે રીતે વ્યાખ્યા કરી)