________________
(પ્રશ્ન ઃ એવું એકાન્ત ખરું કે કોઈ અપ્રવૃત્તિ ન જ કરે? શું કુટેવ, પરિસ્થિતિ વિગેરે વિશાત્ કોઈ અકાર્ય ન કરી બેસે?).
ઉત્તર : કદાચ કોઈ અકાર્યમાં પ્રવૃત્ત થઈ જાય તો તે વ્યક્તિની પણ શંકાને લીધે = વિચારણાને લીધે નિવૃત્તિ થઈ જશે અર્થાત્ “હું નધણિયાતો નથી, મારા માથે રાજા છે. અને એ રાજાનું હું લૂણ ખાઉં છું. તો પછી એવા રાજાને ત્યાં, રાજાની નગરીમાં ચોરી થાય ખરી? રાજાથી વિરુદ્ધ મારાથી કરાય ખરું?' આવા વિચારોને લીધે તે ફરી જશે. એટલે આમાં સરવાળે તો રાજાએ જ બચાવ્યો ગણાય માટે “રાજા રહે છે” એમ કહ્યું છે.
અને દેશવાસી લોક જેમ પડતા = અસદાચારના સેવનમાં તત્પર થયેલા પુરુષને બચાવી લે છે તેમ વેષ ધર્મને બચાવી લે છે.).
(પ્રશ્ન ઃ લોક કેવી રીતે પડતાં પુરુષને બચાવે છે? કેમકે રાજા દંડ આપે માટે એના ભયથી પડતો પુરુષ બચી જાય પણ લોક થોડી કાંઈ દંડ આપવાનો છે? તો પછી એ લોક કેવી રીતે બચાવે?)
ઉત્તર : (લોકની અંદર રહેલો વ્યક્તિ જો કોઈ અકાર્ય કરી બેસે તો લોક એના પર તૂટી પડે માટે એ) લોકના ધિક્કારના ભયથી પણ ઉન્માર્ગ = ખોટા માર્ગ પરની પ્રવૃત્તિથી નિવૃત્તિ = પાછા ફરવાનું દેખાય છે. અર્થાત્ પુરુષ ખોટી પ્રવૃત્તિ કરતાં અટકી જતો દેખાય છે. (એટલે અહીં પણ સરવાળે લોકે જ બચાવેલો કહેવાય) માટે ‘જનપદ = લોક બચાવી લે છે એમ કહ્યું.
(હવે એ પડતો પુરુષ જો જંગલ વિગેરે અનાથ, નિર્જન સ્થાનમાં રહ્યો હોત તો શું રાજા કે લોકનો ભય એને નડત? અને તો પછી શું એ બચી શકત? ના, જરાય નહિં, એથી જેમ આ પુરુષને રાજા તથા લોકે બચાવી લીધા) તેમ વેષ પણ સાધુમાંથી પડવાની તૈયારીવાળા એવા ધર્મને બચાવી લે છે. અર્થાત્ સાધુને ધર્મમાં સ્થિર કરી દે છે. તે ૨૧ //
વિશેષાર્થ ઃ (૧) “વે' શબ્દમાં જે તૃતીયા વિભક્તિ છે તે તૃતીયા વિભક્તિ અનેક અર્થમાં આવતી હોવાથી અહીં “કારણ અર્થમાં તૃતીયા વિભક્તિ છે એવું જણાવવા માટે હેતુપૂર્તન' શબ્દ લખ્યો છે એથી “વેપ' નો અર્થ ‘વેષને લીધે આ પ્રમાણે કર્યો છે.
(૨) પ્રશ્ન ઃ તમે “પ્રવૃત્તિ સ્થાપિ...' પંક્તિનો અર્થ કરતાં પૂર્વે પ્રશ્ન કેમ ઉઠાવ્યો? શું સીધો અર્થ થઈ શકે એમ ન્હોતો?
ઉત્તર સામાન્યથી એવો નિયમ છે કે “એક વાત કર્યા પછી, કોઈ સિદ્ધાંત સ્થાપિત કર્યા પછી એને પુષ્ટ કરવા જો બે હેતુ અપાતા હોય તો બીજા હેતુના પહેલા શબ્દ પછી કે છેલ્લે “' શબ્દ મૂકે. જો “ઘ' શબ્દ ન હોય છતાં હેતુ અર્થમાં બે પંચમી હોય તો પછી બીજા હેતુને પ્રથમ હેતુના જ પુષ્ટિકારક તરીકે માનવો. અને એ બીજો હેતુ ઉતારતા પૂર્વે એક પ્રશ્ન ઊભો કરી દેવો જેથી હેતુ સ્પષ્ટ થાય.”
હવે અહીં ‘નિવૃત્ત:' પછી ' શબ્દ નથી માટે ઉપરોક્ત નિયમના આધારે પ્રશ્ન ઉઠાવીને પછી અર્થ કર્યો. આ પ્રમાણે આ ગાથા દ્વારા “વ્યવહારથી વેષ પણ ભાવશુદ્ધિ માટે ઉપકારી છે' એ વાત કરી.
லலல