Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
[..
સનત ફાલ
૧૪]
ભજવવા માટે નટો કર્ણાટકથી આવ્યા હતા એવા એમાંના ઉલ્લેખ મહત્ત્વના છે અને પ્રાચીન કાલથી ચાલતા આવેલા ગુજરાત અને કર્ણાટક વચ્ચેના સાંસ્કૃતિક સંપર્કના સાતત્યને સૂચક છે. ગંગાધર કવિ તા ઉપર્યુક્ત નાટકની રચના કર્યાં પછી કેટલેક સમયે જૂનાગઢ જઈને રહ્યો હાય એમ જણાય છે, કેમકે જૂનાગઢના છેલ્લા હિંદુ રાજા મંડલીકના જીવનને લગતું દસ સર્વાંનું 'મંડલીક મહાકાવ્ય’ એણે ત્યાર પછી રચ્યું હતુ.. મહમૂદ બેગડાએ જૂનાગઢને ઈ.સ. ૧૪૭૨ માં અમદાવાદની સલ્તનતમાં ભેળવી દીધું હતું, પણ આ કાવ્ય એનાથી ઘેાડાં વ પહેલાં, મંડલીકના રાજવના મધ્યાહ્ન ચાલતા હતા ત્યારે, રચાયું હતું. ઇતિહાસ અને સંસ્કૃતિ તૈય માટે આ મહાકાવ્ય અમૂલ્ય છે. ગ્રાહરિપુના વંશમાં થયેલા આ માંડલીક છેલ્લા રાજા હતા, ગંગાધરે એના પૂર્વજોની જે વંશાવળી આપી છે તે ખીજા સાધને સાથે સરખાવવા જેવી છે. સૌરાષ્ટ્રમાં એ કાલે જે ખીજા રાજવંશ હતા તેમાંના કેટલાકની હકીકત પણ આ કાવ્યમાંથી મળે છે. મંડલીકની રાણીઓ, સંબંધીએ તેમજ ખીજા વ્યક્તિવિશેષે। વિશે પણ ‘ મ’ડલીક મહાકાવ્ય' ઘણી નવી હકીકત આપે છે. ચૂડાસમા કે યાદવ વંશ ઓછામાં ઓછાં પાંચસે। વર્ષ સુધી જૂનાગઢમાં રાજ્ય કરતા હતા, એના ઇતિહાસનાં સાધનેામાં ‘મંડલીક મહાકાવ્ય’નું સ્થાન અજોડ છે.
આ સમયની એક મહત્ત્વની ઐતિહાસિક સ ંસ્કૃત રચના તે મહમૂદ બેગડાનાં પરાક્રમા અને સમૃદ્ધિ વવતુ', ઉદયરાજકૃત ‘રાજવિનેાદ મહાકાવ્ય’ (ઈ.સ. ૧૪૬૨ અને ૧૪૬૯ની વચ્ચે) છે. ધાર્મિક કટ્ટરતા માટે પ્રસિદ્ધ મહમૂદ બેગડાએ ઉયરાજ જેવા હિંદુ પંડિતને પેાતાના દરબારી કવિ તરીકે રાખ્યા એ પણ નોંધપાત્ર છે. પ્રયાગદાસના પુત્ર અને રામદાસના શિષ્ય ઉયરાજે મહમૂદની પ્રશંસા કરતાં એને મહાન પરાક્રમી, પ્રતાપી, અને હિંદુ ધર્મના રક્ષક તરીકે વર્ણન્મ્યા છે. કર્તાએ આા કૃતિને ‘રાજવિનાદ' નામ આપ્યું છે એ સ ંભવતઃ સૂચક છે. ઇતિવૃત્તમૂલક કાવ્ય કરતાં વિશેષ તે એ વિશુદ્ધ સાહિત્યિક વિનાદ છે.
6
જાલેારના રાજકવિ પદ્મનાભ-કૃત જૂની ગુજરાતીના કાવ્ય કાન્હડદે પ્રબ’ધ'માં અલાઉદ્દીનના આક્રમણનું વર્ણન હાઈ પ્રસંગ સેાલકી કાલના અંતનેા છે, પણ સામાજિક સ્થિતિનું નિરૂપણ કવિના સમયનું છે એ સ્પષ્ટ છે. એ નિરૂપણુ એટલું વૈવિધ્યપૂર્ણ અને વિગતભરપૂર છે કે પ્રસ્તુત કાલના અભ્યાસ માટે કાન્હડદે પ્રબંધ' એક અગત્યના સાધનગ્રંથ ગણાય છે. એ જ રીતે લાવણ્યસમય-કૃત ગુજરાતી કાવ્ય વિમલપ્રબંધ' (ઈ.સ. ૧૫૧૨) સાલકી કાલના રાજા ભીમદેવ ૧ લાના મંત્રી વિમલશાહનું પર પરાગત ચરિત્ર વર્ણવે છે, પણુ એમાંનું સમાજ-દર્શન સમકાલીન