Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧ લુL
સાધન સામગ્રી
પિs
રાખીને સમરાશાહ અને એના પૂર્વજોનો વૃત્તાંત કચ્છરિત “શત્રુંજયતીથીદ્ધાર પ્રબંધ” (જે ઈસ. ૧૩૩૬માં સમાપ્ત થયો હત) નામે સંસ્કૃત ગ્રંથમાં અપાયો છે. શત્રુંજય–તીર્થના ઉદ્ધારના આખા પ્રસંગમાં, સમરાશાહના એક આસ ધર્માચાર્ય તરીકે કક્કસૂરિએ સારે ભાગ ભજવ્યો હઈ ગ્રંથગત વર્ણન અનેક રીતે પ્રમાણભૂત છે. એમાં સમરાશાહના પૂર્વજોને તથા એને પોતાને પણ વિસ્તૃત વૃત્તાંત છે.
લગભગ આ સમયની એક મહત્ત્વની કૃતિ ઠક્કુર ફેરત પ્રાકૃત દ્રિવ્ય–પરીક્ષા ૮ છે. એ સમયે ભારતના જુદા જુદા પ્રદેશમાં પ્રચલિત નાનામોટા વિવિધ સિક્કાઓને પરિચય, એનાં વજન વગેરેની સૂક્ષમ વિગત સાથે, ફેએ એમાં આપ્યો છે. એમાં ગુજરાતના સિક્કાઓ તથા ગુજરાતમાં પ્રચલિત સિક્કાઓની વિગતો છે. એવી જ બીજી અગત્યની રચના શ્રીધરાચાર્ય-કૃત ગણિતસાર' ઉપર રાજકીતિ મિશ્રને ગુજરાતી બાલાવબેધ (ઈ.સ. ૧૩૯૩) છે. મધ્યકાલીન ગુજરાતનાં તોલ, મા૫ અને નાણાં વિશે અન્યત્ર એકસાથે નથી મળતી તેવી માહિતી એ કોઈકેરૂપે આપે છે.
સલતનત કાલનાં હિંદુ રાજ્યમાં ઈડરના રાઠોડેનું, જૂનાગઢના ચૂડાસમાઓનું અને ચાંપાનેરના ખીચી ચૌહાણોનું—એ ત્રણ રાજ્ય સૌથી અગ્રગણ્ય છે. ઈડરના રાજકવિ શ્રીધર વ્યાસે પિતાના રાજા રણમલના વીરત્વની પ્રશરિતમાં અવહઢમિશ્રિત ગુજરાતીમાં રચેલો “રણમલ છંદ” (ઈ.સ. ૧૪૦૦ આસપાસ) ઈડર કેંદ્રીય સત્તા સાથે પોતાની સ્વતંત્રતા જાળવવા જે પરાક્રમ કર્યું તેને વીરત્વપૂર્ણ પવાડે છે. ચાંપાનેર અને જૂનાગઢ રાજ્યોની જાહેજલાલીનું વર્ણન કરતી બે સંસ્કૃત રચના મળી છે તે આ બે રાજ્યો માટે જ નહિ, પણ ગુજરાતના એકંદર રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ માટે ઘણી રસપ્રદ છે. આ બે કૃતિ તે ગંગદાસપ્રતાપવિલાસ નાટક (ઈ.સ. ૧૪૪૯ આસપાસ) અને મંડલીક મહાકાવ્ય' (ઈ.સ. ૧૪૬૦ આસપાસ) છે. આ બંનેને કર્તા ગંગાધર નામે કર્ણાટકી કવિ છે. દ્વારકાની યાત્રા કરી, અમદાવાદના સુલતાનના દરબારમાં થઈને એ ચાંપાનેર આવ્યો હતો. ચાંપાનેરના રાજા ગંગદાસ અને અમદાવાદના સુલતાન મુહમ્મદ ૨ જા વચ્ચેના વિગ્રહનું અને મુહમ્મદની પીછેહઠનું વર્ણન કરતું નવ અકેનું નાટક એણે ગંગદાસની આજ્ઞાથી રમ્યું હતું અને ચાંપાનેરમાં મહાકાલીના મંદિરના સભાગૃહમાં એ ભજવાયું હતું. આ મુસ્લિમ અમલ દરમ્યાન ગુજરાતના હિંદુ જીવન ઉપર અનેક દૃષ્ટિએ પ્રકાશ પાડતું નાટક છે. ૩૦ શ્લોકમાં કરેલું ચાંપાનેરનું વિગતવાર વર્ણન પુરાતત્ત્વની દૃષ્ટિએ ખૂબ અગત્યનું છે. આ નાટક