________________
નામાંકિત નાગરિક લેતા. અનેક મેટાં રાજ્યના સચિવે, મંત્રીઓ, પ્રધાને અને દિવાને જેન હતા. વસુલાતી ખાતાના કામમાં વાણી-જેનેને ખાસ સ્થાન હતું. કાઠિયાવાડના લગભગ દરેક રાજ્યમાં સલાહકાર–મંત્રીપદ વાણી આને મળતું હતું અને એક કહેવત તે વખતે પડી ગઈ હતી કે “વાણી આ વગર રાજા રાવણનું રાજય ગયું.” વાણીઆની સલાહ મોટે ભાગે દુરદેશી–ભરેલી અને લાંબી નજરની હોવાને કારણે આવું વિચાર–વાતાવરણ સ્થાપવા તત્સમયના વાણું આ શક્તિમાન થયા હશે, એવું સહજ અનુમાન થાય છે.
શ્રાવકે આરંભ-સમારંભ જેમાં બહુ થાય એ ધંધ બહુધા કરતા હતા, પણ એવી રીતે આરંભ સમારંભથી તૈયાર થયેલી ચીજોને વ્યાપાર કરતા હતા. વ્યાપારમાં લાભ મેળવવાની તેઓની શક્તિ અને આવડતની ખાસ પ્રશંસા થતી હતી અને અન્ય કેમેની વ્યક્તિઓને માંહોમાંહે ઝગડે થાય તે તેમાં લવાદ કે પંચ તરીકે પણ વાણીઆઓને બહુધા કામ સોંપવામાં આવતું હતું. વાણુઆઓની તેડ કાઢવાની શક્તિ ખાસ પ્રશંસા પામી હતી, એમ તે સમયના સાહિત્ય અને લકથાઓથી જણાય છે.
સાંસારિક રીત-રિવાજે સર્વ પ્રકારે હિંદુ વર્ગને અનુરૂપ હતા. તેમની લગ્નકિયા બ્રાહ્મણે બ્રાહ્મવિધિ પ્રમાણે કરાવતા હતા. જેમાં વાણીઆ-વણિક વર્ગ મુખ્યત્વે કરીને હતું, પણ તે ઉપરાંત બ્રાહ્મણ, લુહાણા, પાટીદાર, પટવા વિગેરે અનેક કેમે જેનધર્મ પાળતી હતી. જ્ઞાતિના મેળાવડા કે સાજનાને