________________
૧૯૬
નામાંકિત નાગરિક અને તેની ઉન્નતિને અંગે કેવા શબ્દોમાં વાત કરે છે એ વાતનું અત્ર દિગદર્શન હોય કે બીજું ગમે તે કારણ હોય, પણ આ હકીકત ખાસ સૂચક જણાઈ છે તેથી તે પર અત્ર જરા નુકતેચીની કરવાની જરૂરીઆત જણાઈ છે.
પ. વસીઅતનામાની શરૂઆતમાં જ જણાવે છે તે પ્રમાણે શેઠ મોતીશાહની કુલ મિત પાર્જિત હોઈ તેના ઉપર પિતાનું સંપૂર્ણ સ્વામિત્વ અને તેના ઉપગને નિર્ણય કરવાની પિતાની સત્તા છે. એ હકીકત શેઠે પિતાની મિલ્કત ઉત્પન્ન કરી છે, રળી છે અને બહુ નાની વયમાં સંપાદન કરી છે એ હકીક્ત અગાઉ જણાવી છે તેને ટેકે મળે છે. આ કલમ ૧ લી લખવામાં મોતીચંદ શેઠ કેઈ જાતનું જાત્યાભિમાન કરતા હોય કે પિતાની કમાવવાની શક્તિનું દિગદર્શન કરતા હોય તેમ પ્રથમ દૃષ્ટિએ લાગે તેવું છે. “જે કાંઈ હમારું છે તેના સરવેના ઘણી હમે પિતે છઈએ આ વાક્ય અથવા આવી મતલબનું વાક્ય હિંદુના વિલની શરૂઆતમાં લખવું જ પડે છે. સંયુક્ત કે વડિલે પાર્જિત મિત નથી, પણ પોતાની વસ્તુ પતે રળેલી છે એ બતાવવાની જરૂર હઈ વકીલે અથવા વલ ઘડનારે આ કલમ દાખલ કરેલી છે તેમાં શેઠશ્રીના અભિમાનને પ્રશ્ન જ નથી, પણ કાયદાની જરૂરિયાત અંગે એ દાખલ કરવાની આવશ્યક્તા જણાઈ હોવાનું માત્ર દર્શન છે.
૬. આ વસીઅતનામ પરથી શેઠ મોતીશાહના પિતાના અથવા સહીઆરા (ભાગીદારી)ના નીચે પ્રમાણે ધંધાઓ હતા એવું જણાય છે.