________________
શેઠ મેતીશાહ
૩૨૧ થઈ ગયાં વળી એમ પણ કહેવાય છે કે તેઓ પોતાની કુલ મિલ્કતની વિગત લખાવી કેરટના દરવાજામાંથી બહાર નીકળ્યા પછી ચાલી ચલાવીને જાતે પાછા કેરટમાં ગયા અને નામદાર જજને જણાવ્યું કે તેમના કાનમાં નીલમ હીરા મોતીની એક મૂલ્યવાન વાળી હતી જે લખાવવી ભૂલી ગયા હતા. એ વાળી તે વખતે તેઓના કાન પર જ હતી. તેમણે માફી માગતાં આ વાતની જાહેરાત કરી તેની અસર કેરટ પર પણ ઘણુ થઈ હતી અને ત્યાર પછી જે જે લેણદારો સાથે પતાવટ થઈ ત્યારે તેમની અસલ ગર્ભશ્રીમંતાઈની સ્થિતિ ધ્યાનમાં રાખી લેણદારની સંમતિથી તેમને કેટનું ઘર અને ભાયખલાની વાડી બહારને બંગલો રહેવા અને ભરણપોષણ માટે રાખવા દીધું હતું. કેરટે પણ એમની સત્યપ્રિયતા અને ખાનદાનીની બુઝ ઠરી એમ કરવાની સૂચના આપી હતી અને લેણદારે સંમત થતાં તેમ કરવા સંમતિ આપી હતી.
આ રીતે હાથીની અંબાડી પર બેસનાર અને હજારેનું દાન કરનાર સોળ વર્ષના વહીવટને અંતે વેપાર-ધંધા વગરના થઈ ગયા અને હતાશ જીવન ગાળનાર બની ગયા. તેમની ખાનદાની તે આજે પણ વખણાય છે. તેઓની ભલમનસાઈને ગેરલાભ લેનાર દુર્જને તુરત જ ઓસરી જવા લાગ્યા. શેઠ મોતીશાહના પિતાનું મરણ થયા પછી સંવત ૧૮૫૫ થી તે સં. ૧૮૯૨ સુધીમાં તેમની ઉત્તરોત્તર સારી સ્થિતિ જ રહી અને દિવસાનદિવસ તેમનો સિતારો ચઢતે જ રહ્યો ત્યારે ખીમચંદ શેઠને એક ભવમાં બે ભવ જેવાને પ્રસંગ આવ્યું.