________________
૩૧૨
નામાંકિત નાગરિક થાય અને ધર્મપ્રેમવાળાને દષ્ટાંત મળે તેવી સુંદર હકીકતે પ્રાપ્ત થઈ શકી તે રજૂ કરવામાં આવી અને કઈ કઈ પ્રસંગે સહજ વર્ણને પણ કરવાની તક હાથ ધરવામાં આવી. એમ લાગે છે કે–આ પ્રતિષ્ઠા પછીની પણ જરૂરી હકીક્ત શેઠ ખેમચંદભાઈના જીવન વ્યવસાય અંગે પ્રાપ્ત થઈ શકી છે તેનું જરા ઉપર ચેટીઆ નજરે સિંહાલેકન કરી જઈએ. એમાં કેટલીક ખેદ કરાવે તેવી હકીક્ત પણ આવે છે, પણ તેની ઉપયુક્તતા છે તેથી હવે એ પ્રસંગો પણ જોઈ વિચારી જઈએ.