________________
૨૪૮
નામાંક્તિ નાગરિક આ સર્વમાં દૈવી હાથ હતું કે કેમ એ સંબંધી માન્યતા બાજુ પર રાખીએ, પણ જનસુખાકારી અછી રીતે જળવાણી હતી અને આવનારને ખૂબ આનંદ થયો હતો અને ન આવનારને પસ્તાવો થયે હતું એટલી વાત તે વગરવિરોધે કહી શકાય તેમ છે.
ખાવાપીવાનો મંડપ હાલમાં જ્યાં શેઠ નરશી કેશવજી નાયકની ધર્મશાળા છે, અને તેની બાજુની મતીસુખીયાની ધર્મશાળા, ચંપાનિવાસ અને પૂરબાઈની ધર્મશાળા છે એ આખા વિસ્તારમાં જમણ માટે મંડપ બાંધવામાં આવ્યું હતું. જે જગ્યાએ અસલ પ્રતિમાઓ ઘડવામાં આવી હતી, જ્યાં નાહી-ધોઈ મુખમાં સુગંધી દ્રવ્ય રાખી શુદ્ધ વસ્ત્ર પહેરી સલાટે પ્રતિમા ઘડતા હતા તે વિશાળ જગ્યા તે વખતે પાલીતાણ ગામની બહાર હતી. ત્યાં ફેરફાર સાથે મોટે મંડપ નાખવામાં આવ્યું હતું અને ત્યાં હજારો લોકો સાથે જમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. પાણી માટે સામે મેટી મેતીવાવ અગાધ જળ સાથેની હતી અને રાતદિવસ પાણીના કેશ ચાલુ હતા. અંજનશલાકા માટે પ્રતિમાઓ તળેટીની સામે પૂર્વ દિશાના મંડપમાં ગોઠવવામાં આવી હતી. ત્યાં મહત્સવ મંડપ થયે અને ગામ નજીક અત્યારની કેશવજી નાયકવાળી જગ્યામાં અને તેની આસપાસ ભજનમંડપ થયે અને વચ્ચેના ભાગમાં અને ઊભે રસ્તે બંને બાજુએ તંબૂઓની રાવટીઓના નાતેની હારમાળા થઈ ગઈ. નાના મેટા તંબૂઓમાં સગવડનો પાર નહે. જમીનને પહેલેથી સાફ કરાવી સરખી કરવામાં આવી હતી. અત્યારે જ્યાં ગુજરાતી સ્કૂલ અને જસકેરની ધર્મશાળા છે ત્યાંથી માંડીને તળાટી સુધી સીધા અને આડારસ્તા રાખી ડેરા,