________________
૩૦૦
નામાંકિત નાગરિક અને સહકારમાં શેઠ હેમાભાઈ અને શેઠ હઠીસિંગ કેશરીસિંગ હતા. એ ઉપરાંત અનેક પુણ્યાત્માઓએ સ્વયંસેવક તરીકે, સહાયક તરીકે, સલાહકાર તરીકે અને મદદગાર તરીકે કામ કર્યું. દરેકે પોતાના પદરના હજારે અને લાખો રૂપિયા ખરચ્યા. કવિ કહે છે કે “સ્વામી ઉત્સવ બહુર્યા મનમેહનજી, ધન ખરચ લખ્યું નહિ જાય–“મનડું મેહ્યું છે. મનમોહનજી,” આ વાતમાં અતિશયોક્તિ કરી હોય એમ લાગતું નથી ખરચ કરવામાં અને સગવડ જાળવવામાં પાછું વાળીને જોવામાં આવ્યું નથી. ધર્મ ભાવના વિશિષ્ટ હાય, સલાહકાર અનુકૂળ હેય અને દ્રવ્ય સંપત્તિની વિપુળતા હોય પછી ત્યાં થે આરે વર્તે એમાં નવાઈ નથી. આ વખતે લેકેની ધર્મભાવનામાં ખાસ આવા પ્રસંગેએ ખૂબ આનંદ થતો હતે. અને મનુષ્ય સ્વભાવ પણ ઉત્સવપ્રિય હોઈ આવા પ્રસંગને ખૂબ બહેલાવતું હતું. આ રીતે પ્રતિષ્ઠા મહોત્સવ અને બિંબપ્રવેશ મહોત્સવ ખૂબ ઉત્સાહ, આનંદથી અને કઈ જાતના અનિચ્છનીય પ્રસંગ બન્યા વગર રંગેચંગે પૂરે છે.
આ પ્રસંગમાં પ્રતિષ્ઠા અને બિબપ્રવેશ મહોત્સવ જુદા જુદા આળખવામાં આવ્યા છે તે માત્ર વિચાર અને વિધિ સ્પષ્ટતાને અંગે જ છે. લોકોની નજરમાં તો આ આખા મહેત્સવને પ્રતિષ્ઠા મહોત્સવ તરીકે ગણવામાં આવ્યું છે અને તેમાં સંઘ કાઢવાથી તે સંઘ મુંબઈ પહોંચે ત્યાં સુધીની સર્વ વાતને સમાવેશ થઈ જાય છે. આ વાતમાં જરા પણ વિરોધ નથી અને તે વસ્તુની યોગ્યતા અને જનતાના સાદા ખ્યાલની નજરે એમાં જરા પણ વાંધા જેવું જણાતું નથી. એટલા માટે