________________
२८४
નામાંકિત નાગરિક ઊંડું છે જેના એક એક પદના આરાધનથી તીર્થકર નામકર્મ બાંધી શકાય તેની વિશિષ્ટતા બતાવવા માટે વિવેચનની ભાગ્યે જ જરૂર હોય.
આ વીશસ્થાનકપૂજન તીર્થકરના જીવનપ્રસંગેનાં પ્રદર્શનને અંગે પૂર્વના ત્રીજા ભવને રજૂ કરે છે. ત્યાર પછી એટલે તીર્થકરની આગલને ભવ દેવગતિમાં અથવા નારક ગતિમાં થાય છે એટલે પછી તુરત તીર્થકર ભવના પંચકલ્યાણક અને એ જ ભવમાં અનુભવેલ વ્યવહારિક પ્રસંગના મહત્સવની રચના કરવામાં આવે છે. શક્તિ અને અનુકૂળતા પ્રમાણે આ પ્રસંગે ખૂબ સારી રીતે ઊજવવામાં આવે છે. ઓગણીસમી સદી દર્શન-ઉદ્યોતને કાળ હતું અને લેકેની ધર્મભાવના ખૂબ રંગાયેલી હતી. આ પંચકલ્યાણદિ તીર્થકર મહત્સવ ખૂબ આકર્ષક રીતે ઉજવાયે હતું તે તરફ જરા નજર નાખીએ. - છઠું દિવસે-વ્યવન કલ્યાણકને ઉત્સવ થયો. તેમાં શેઠ શેઠાણ ઇ ઈંદ્રાણું બન્યા, બીજા મટા શેઠીયાઓ ઇંદ્ર બન્યા અને તેમની સ્ત્રીઓ ઇદ્રાણીઓ બની. ઇંદ્રના જેવા પિતાંબરે અને ઉત્તરાસન પહેરી માથા ઉપર મુકુટ લગાડી ઇદ્રને ચિતાર રજૂ કરવામાં આવ્યા. મંડપમાં રાત્રે ચૌદ સ્વમનાં પ્રતીકે ઉતારવામાં આવ્યાં. હાથી, વૃષભ (બળદ) સિંહ “શ્રીદેવી માળાયુગલ, ચંદ્ર, સૂર્ય, વજ, કુંભ, પસર, ક્ષીરસમુદ્ર, દેવવિમાન, રત્નરાશિ, નિધૂમઅગ્નિ એ ચાદ મહાસ્વમ છે અને એના પ્રતીક તૈયાર કરી અને ઉપરથી–આકાશમાંથી ઉતારવામાં આવે છે, અને પછી એને એક સ્થાન પર ગોઠવવામાં આવે છે. ત્યાર પછી સ્વપ્ન પાઠકનો ચિતાર રજૂ કરવામાં આવે છે.