________________
શેઠ મોતીશાહ
૨૭૩
આચાર્યોની હતી. (તપગચ્છના વિજયનેશ્વરસૂરિ, ખરતરગચ્છના જિનમહેદ્રસૂરિ અને સાગરગચ્છના શાંતિસાગરસૂરિ) આ ત્રણે આચાર્યો પરસ્પર પ્રેમથી સાથે રહી ક્રિયાકરાવતા હતા અને અગ્રસ્થાન ખરતરગચ્છના આચાર્યને આપવામાં આવ્યું હતું, કારણ કે શેઠ મેતીશાહને અસલ ગચ્છ ખરતર હત; પણ ત્રણે કુશળ આચાર્યોએ એવા મેળથી વાત લીધી કે એમાં કેઈની મુખ્યતા કે ગૌણતા કરવાનો કે ગણવાને પ્રસંગ જ આવતું નહોતું. જ્યાં પરસ્પર મેળથી વાત થાય ત્યાં પછી નાના મોટાને સવાલ જ રહેતું નથી. ત્યાં તે એક બીજાને આગળ થવા કહે, એટલે બીજે સ્વભાવિક વિવેકથી પહેલાને મુખ્ય થવા કહે. જ્યાં આગળ પડવાની ભાવના ન હોય, પરસ્પર મેળ બેસતો હોય અને પ્રશંસા કરતાં આત્મદષ્ટિએ કામ લેવાની હદયવૃત્તિ જાગી હોય ત્યાં અમીના વરસાદ વરસે છે, પ્રેમનાં નગારાં વાગે છે અને અંતરની ઊર્મિઓ ઉછળે છે. આવા સુમેળથી થતી વિધિ-કિયા, લોકેની મેદની, સાધુ સાધવીને સહકાર, વાતાવરણની વિશિછતા, સેરઠને ભલે શિયાળ અને હિસાબ વગરને ખર્ચ કરવાની પરવાનગી હોય પછી ત્યાં દેવગતિના આનંદ ઉછળે એમાં નવાઈ નથી અને એને લોકો ચોથા આરાની વાનકી ગણે તે તે તદ્દન સમજાય તેવી વાત છે.
બીજે દિવસે નવગ્રહ તથા દશદિફપાળનું પૂજન થયું. એમાં એક સેવનના પાટલા ઉપર નવગ્રહની સ્થાપના કરવામાં આવે છે. પાટલા ઉપર કેરેલા તેમજ ચિત્રામણ કરી વાહન