________________
૨૦૪
નામાંકિત નાગરિક પેઢીમાં જમે કરાવેલા છે. આ રકમમાંથી રૂપિઆ દશ હજાર ખીમચંદભાઈને વહુને આપવા અને બાકીની રકમ તથા તેમની પાસે જે કાંઈ ઘરેણું અને ઝવેરાત હોય તે સર્વે કુલ સત્તા સાથે શ્રીમતી ગુલાબબાઈખીમચંદભાઈની માતાને આપ્યું છે. સાષ્ટિમાં (સાલસેટમાં) વિહાર ગામ ઉપર ૪૫,૦૦૦ અમીચંદ ખીમચંદ દમણીને નામે મારગેજ આપ્યા છે તે રકમ પોતાની પત્ની (ગુલાબબાઈ)ની છે એમ સ્પષ્ટ કર્યું છે. સામાન્ય રીતે ગુલાબબાઈ પાસે ઘરેણું અને ઝવેરાત પણ તેમની સ્થિતિના પ્રમાણમાં એક લાખ રૂપિઆની કિમતથી વધારે રકમના હોવા જોઈએ. એ જ ગુલાબબાઇના પેટના એકના એક પુત્ર ખીમચંદભાઈ હોવા છતાં પિતાની પત્નીને પરાધીન થવું ન પડે એ દષ્ટિએ આ પ્રમાણે વ્યવસ્થા કરી મેતીશાહ શેઠે પોતાની વ્યવહારદક્ષતા બતાવી છે.
આખા વીલમાં કઈ સગાનું નામ નથી, તે માટે કાંઈ વ્યવસ્થા નથી અને શરૂઆતમાં સગાંવહાલાંઓ સાથે સલાહ કે મસલત ન કરવાની અને તેમની સાથે કેઈ ધંધો ન કરવાની ત્રીજી કલમમાં સલાહ–સૂચના ખીમચંદભાઈને કરી છે તે પરથી ઉપરના ચેથા પેટા વિભાગમાં સગાસંબંધી પરત્વે વિચારે જણાવ્યા છે તે પાક્કા થાય છે.
૧૦ શેઠ મોતીશાહની મુંબઈની સ્થાવર મિલ્કત કલમ ૭ માં બતાવી છે. તે પરથી જણાય છે કે તેમની મિલ્કતમાં કેટમાં રહેવાનું ઘર બતાવવામાં આવ્યું છે. એ ઘર હાલ બરાબજારમાં દેરાસર છે તેની બાજુમાં હતું–એમ અત્યારે