________________
શેઠ મોતીશાહ
૧૯ તેર વર્ષની નાની ઉંમરમાં–વહાણની સફરના યુગમાં–મુંબઈ આવવાનું ખમીર બતાવનાર શેઠ અમીચંદ મુંબઈ આવ્યા પછી તેમણે ઝવેરાતને બંધ કરવા માંડ્યો. એ ધંધામાં એમણે કેટલી નામના મેળવી તેની પૂર્ણ વિગતે મળી શકતી નથી, પણ ધીમા પ્રયાસને પરિણામે તેમણે જૈન સમાજમાં સારી નામના મેળવી હતી એમ તેમના સંબંધમાં થયેલી છે પરથી જણાય છે. તેમનું લગ્ન “રૂપાબાઈ” નામની પત્ની સાથે થયું. લગ્ન થયા પછી અમીચંદ શેઠને વ્યાપારી વર્ગમાં વગ વધી પડ્યો અને તેઓ પોતાની લાગવગ, આવડત અને બાહશીથી વ્યાપારના ક્ષેત્રમાં આગળ વધ્યા.
રૂપબાઈ અથવા રૂપાબાઈ ખાસ ભણેલા હોય તેમ લાગતું નથી, પણ તેમણે પોતાના પતિની હયાતીમાં અને ત્યારબાદ એટલી વ્યવહારકુશળતા બતાવી કે તેનું નામ એક સુંદર ઘરરખુ પત્ની તરીકે પંકાઈ ગયું. જૂના કાળમાં અત્યારે જેને ભણેલી સ્ત્રીઓ કહેવામાં આવે છે તે વર્ગની સ્ત્રી ન હોય તે પણ એવી અનેક કુશળ સ્ત્રીઓની હકીકત જાણવામાં આવે છે જે ખૂબ લાંબી નજર પહોંચાડનાર અને પતિને સલાહ આપનાર હોય અને નાત-જાતના વહેવારમાં કુશલ હાઈ પૂછવાને ઠેકાણે હોય. જેમને પ્રાચીન યુગને પરિચય હશે તે આવા પ્રકારની અનેક સ્ત્રીઓના સંબંધમાં આવ્યા હશે, તેમને પિતાના ઘરનું અને જ્ઞાતિનું ખૂબ અભિમાન હોય, એ પિતાના હાથ નીચેના માણસ તરફ પૂબ વાત્સલ્ય રાખનાર હોય, એ તે વખતના પ્રચલિત રીત-રસમેથી સારી રીતે વાકેફગાર હોય અને અવસર વખતે સામ્રાજ્ઞીનું પદ પ્રાપ્ત કરીને સેંકડે