________________
२८६
નામાંકિત નાગરિક - ત્યાર પછી ઊર્વલકની આઠ કુમાર વરસાદ વરસાવે, તે સ્થાને પાણી છાંટવાની વિધિ કરવામાં આવે. રસ્તા અને મંડપમાં પાણી છાંટવાને વિધિ સુંદર રીતે થઈ શકે છે અને તે પ્રસંગ પણ ભારે દીપી નીકળ્યું હતું એમ જણાય છે. અને આ કાર્ય માટે છપ્પન કુમારિકાઓને પસંદ કરવામાં આવેલ. તે કુમારિકાઓ શરીરે નિરગી, સુલક્ષણી અને કેઈપણ અવયવ જેનું હીન ન હોય તેવી અને સુંદર વસ્ત્રોમાં સજજ કરવામાં આવી હતી. આવી રીતે પ્રથમ ભૂમિકાની શુદ્ધિ થાય એટલે ત્યાં કચરો કે ગંદકી ન રહે. ત્યારપછી આઠ કુમાર વરસાદ વરસાવે એટલે પાણીના છાંટણ કરે વરસાદને સ્થાને બગિચામાં પાણી પાવાની છિદ્રવાળી ઝારીને ઉપગ કરવામાં આવ્યું હતું. પ્રસૂતિઘર કેવું હોવું જોઈએ અને ત્યાં સ્વચ્છતા કેટલી રાખવી જોઈએ તેને પણ અહીં બરાબર ખ્યાલ આપવામાં આવે છે.
આટલી પવિત્રતા થઈ રહ્યા પછી પૂર્વ ચકપ્રદેશની આઠ કુમારીએ હાથમાં દર્પણ ધરીને પૂર્વ દિશામાં ઊભી રહે. દક્ષિણ દિશામાં આઠ કુમારીઓ કળશ ધારણ કરીને ઊભી રહે. પશ્ચિમ દિશામાં આઠ કુમારી હાથમાં પંખા ધારણ કરીને ઊભી રહે અને ઉત્તર દિશામાં આઠ કુમારી ચામર ધારણ કરી ખડી રહે. - આ રીતે ખૂણ (સ્કવેર) બનાવીને અતિ સુંદર આકર્ષક બત્રીશ કુમારી ઓ આઠ આઠની હારમાં પ્રભુની ચારે બાજુ ઊભી રહે. વિદિશાની ચાર કુમારીઓ હાથમાં દવા લઈ ચારે ખૂણે