________________
શેઠ મેતીશાહ
૨૩૭ આવશ્યકને પ્રતિક્રમણ કહેવામાં આવે છે. જો કે વાસ્તવિક રીતે તે છે આવશ્યકમાં પ્રતિકમણ છ પૈકીનું એક છે. બાર કલાકના પાપની વિચારણું કરી જવી, દિનચર્યા કે રાત્રીચર્યા પશ્ચાત્ નજરે તપાસી જવીએ અતિ ઉપયેગી વાત છે અને પ્રાણને મર્યાદામાં રાખે છે, સાધ્ય સન્મુખ રાખે છે અને આત્મવિચારણાની જાગૃતિ કરાવે છે. આ અતિ મહત્વની જેન ક્રિયા છે અને આધ્યાત્મિક અને યૌગિક નજરે મહામૂલ્યવતી છે. કેટલીક વાર એ યંત્ર જેવી થઈ જતી જોવામાં આવે છે તે વ્યક્તિગત વાત છે, પણ તેમાં પણ નુકસાન નથી. વચનગ અને કાગની પ્રવૃત્તિ તે યંત્રવત્ કામ કરનારને પણ સારી થાય છે અને તેને સંયમ થાય છે તે પૂરતી તે સારી જ વાત છે. માનસિક રોગની વાત તે મોટી છે, પણ બાહ્ય નજરે ચર્મચક્ષુથી અગોચર છે. આ આવશ્યક ક્રિયામાં ઓછામાં ઓછી ૪૮ મિનિટને કાળ સવારે અને તેટલો જ સમય સાંજે જાય છે, શુદ્ધ વસ્ત્ર પહેરી, ઊનના ગરમ આસન પર બેસી આ કિયા થાય છે અને તે ખાસ અવેલેકન કરવા ગ્ય છે એમાં
સ્થળ ત્યાગ તે જરૂર થાય છે અને તે વ્યક્તિની આવડત પ્રમાણે વિશેષ ઉન્નત માનસિક વિકાસ નીપજાવી શકાય છે.
છે “રી” પાળનાર સંઘયાત્રીઓ સવારે અને સાંજે આ આવશ્યક ક્રિયા બે વખત જરૂર કરે છે તેથી થી “રી” “આવશ્યક દેય વારી એમ ગણવામાં આવી છે.
પ. નારીસંગનિવારી એટલે પુરૂષ સ્ત્રી સાથે કામવિલાસ ન ભેગવવા-ન કરવાં. મતલબ કે બ્રહ્મચર્ય પાળવું. બ્રહ્મચર્યને ગપ્રગતિમાં ઘણું અગત્યનું સ્થાન આપવામાં આવ્યું છે,