________________
શેઠ મોતીશાહ
૧૬૧ ગૂંચવણ થતી. અને મુદ્દાની વાત એ છે કે-શેઠને તથા સૂત્રધારને શિલ્પના નિયમ જાળવી કામ લેવાનું હતું. એના પ્રત્યેક પથ્થર, કુંભી, કળશ અને દોરે દેરાના વલાણ અને લઢણ શાસ્ત્ર સંપ્રદાય પ્રમાણે કરવાના હતા. સો વર્ષ પહેલાં પોતાની જાતને મૂકી કલ્પના કરીએ તે દૂર દેશના કાઠિયાવાડમાં, તેના નાના ગામ પાલીતાણામાં, તેમાં પણ ઊંચા ડુંગર પર તળાવ પૂરી તે પર દેરાસરોની હારમાળા બાંધવી અને તે કામ પારપાડવામાં ગમે તેટલી અગવડ પડે તેને ખ્યાલ ન કરતાં ચીવટથી કામ ધપાવ્યે રાખવું એ અતુલ્ય આત્મશ્રદ્ધા, ધર્મશ્રદ્ધા અને આંતરવર્ય બતાવે છે.
ડુંગરની અને વાતાવરણની પવિત્રતાને અંગે પણ ખૂબ ચીવટ રાખવામાં આવતી હતી. એ એક બહુ અસરકારક દાખલો મળી આવ્યું છે તે જાણવા જે હેઈ ખાસ નોંધી લીધે છે. મેતીશાહ શેઠે ભાયખલાના દેરાસરમાં સ્થાપન કરવા માટે એક ગજ ઊંચા ચૌદ પ્રતિમાજી અમદાવાદથી મુંબઈ મગાવ્યાની હકીક્ત આગળ આવી ગઈ છે પણ શેઠને પ્રતિમાજી ભરાવવાને વિચાર ન હતા. એમની ભાવના હજારે પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવવાની હતી અને એમને પ્રતિમાજીના માપ અને આકાર માટે ખૂબ ચિંતા અને ચીવટ હતા. સમચતુરસ્ત્ર સંસ્થાનના માપ પ્રમાણે હજારે પ્રતિમાજી ઘડાવવા અને તેમની આકૃતિ “પ્રશમરસનિમગ્ન” લાગે, એના દર્શનથી શાંતિનું વાતાવરણ ચોતરફ ફેલાઈ જાય, એની સન્મુખ ઊભા રહેતા