________________
૨૨૦
નામાંકિત નાગરિક
આને પાકી ભલામણ કરતા ગયા. ખીમચંદભાઈને સાચી સલાહ આપવાનું અને પ્રતિષ્ઠાનું કાર્ય ધારેલ દિવસે જરૂર આટાપવાનુ કહી શેઠશ્રી પરમાત્માના નામેાચ્ચારણપૂર્વક ચાલ્યા ગયા અને આ શરીરે સવ સબંધ વિસરાવતા ગયા.
શેઠ મેાતીશાહના અવસાનને દિવસે સમસ્ત મુંબઇ શહેરમાં મેાટી હડતાળ પડી, સર્વ બજારો, વ્યાપારી અને ધંધાઓ બંધ રહ્યા, હજારા માણસા અને શેઠ સાદાગર જ્ઞાતિ કે ધંધાના તફાવત વગર શેઠને ત્યાં કાટના મકાને ખરખરા કરવા આવી ગયા અને ભદ્રિક દીલના ખીમચંદભાઈને એકાએક આવી પડેલી આપત્તિ માટે હિમ્મત આપતા ગયા.
આ રીતે એક મહાન વ્યાપારીની કારકીર્દીના છેડા આવ્યું. પિતાએ અને મોટાભાઈએ મૂકેલ દેવું દીધા ઉપરાંત એમણે માટી પુંજી મૂકી. મનુષ્યના જીવનની ફતેહ કેટલી રકમ તે સૂકી જાય છે તે પરથી થતી નથી એ વાત ખરી છે, પણ એ વાત ધ્યાનમાં રાખવા જેવી તા છે. શેઠ મેાતીશાહના વ્યવહાર પ્રમાણિક, વતન ઉચ્ચ, પ્રતિષ્ઠા પ્રથમ પંક્તિની અને લેાકરુચિ અત્યંત આકર્ષીક હોઈ તેઓ વ્યાપારી તરીકે જેમ પ્રસિદ્ધ હતા, તેમજ વિશ્વાસ કે વતનની બાબતમાં પણ ઉચ્ચ સ્થાન ધરાવતા હતા. માત્ર સિદ્ધગિરિ યાત્રા-પ્રતિષ્ઠાની મનની મુરાદ તેમની પૂરી ન થઈ અને એ વાત એમની અંત ઘડી સુધી એમને સાલ્યા પણ કરી. એમણે જીવનપૂર્ણ કર્યું, પણ એમના આદરેલ કાર્યની ઇતિશ્રી ન થઇ, પરંતુ એમણે ધારેલી તેવી સર્વ ગાઠવણુ, સૂચના અને વ્યવસ્થા તેઓ કરતા ગયા. એ કાર્ય ત્યાર પછી એમની ઇચ્છા પ્રમાણે કેવી રીતે થયું તે આપણે હવે જોઇએ.