________________
૨૦૨
નામાંક્તિ નાગરિક ૮. ઉપરાંત શેઠ મોતીચંદ અમીચંદ વીમાને માટે વેપાર કરતા હતા એમ વીલના ૧૧મા પારા પરથી જણાય છે. તેની વિગત વાંચતાં સમજાય છે કે શેઠે પોતાને ત્યાં વીમાની ઓફિસ” રાખી હતી. આમાં ખુલાસાની જરૂર જણાય છે.
અત્રે વહાણુના દરિયાઈ વીમાની વાત છે. આખા વહાણને અને વહાણની અંદર જતી ચીજોને વીમે ઉતારવાનો દેશી ધારા પ્રમાણેને વીમે તે વખતે શરૂ થઈ ગયું હતું. એક બંદરથી બીજા બંદર જતાં વહાણ અને તેની અંદરના માલને વીમો ઉતારવામાં આવતું હતું. હતુ અને જોખમ પ્રમાણે વિમાને દર ઠરાવવામાં આવતે, તે સેંકડે બે આનાથી બાર આના સુધી તે અને એમાસા નજીકના વખતમાં તે બે ટકા સુધી થઈ જતું. વીમે ઉતારવાની પદ્ધતિ બે પ્રકારની હતી. એક તે વિમાના ધંધામાં ભાગીદારીના દોકડા ઠરાવવામાં આવતા અને એક નામે ભાગીદારી કરી દેકડા પ્રમાણે નફેનુકશાન વહેંચી લેવામાં આવતા અને બીજી રીતે દરેક વીમા વખતે તેના ખત પર મહું કરી તેમાં પાંતિ રાખવામાં આવતી. ૧૧ મા પારા પરથી શેઠ મેતીશાહને વીમાની ઓફિસની વાત જણાવે છે એટલે ભાગીદારીથી ઘણું મોટા પાયા પર ચીન જતા માલને પંતીઆળામાં વીમે ઉતારવાને બંધ કરતા હશે એમ જણાય છે.
વાલમાં જણાવે છે કે-એવી રીતે ઉતારેલા વીમાના હિસાબ દફતર-ચોપડામાં દાખલ કરેલા છે. એ પ્રમાણે જેનું લેણું દેવું હોય તે લઈ દઈને ભાગીદારો સાથે છેવટનો હિસાબ કરી