________________
(૧૪) તે યુગના વ્યાપારીઓ ભૂમિકા-શેઠ મોતીશાહના સમયની આસપાસ પારસી અને હિંદુ વ્યાપારીઓ કેવા હતા તેની હકીક્ત રજૂ કરવાથી મુંબઈને બનાવનાર અને વર્તમાન રિથતિએ લાવનાર કેવા સાહસિક અને શૂરવીર હતા અને વ્યાપાર ખેડવા સાથે કેવા દયાળુ, પોપકારી હદયના હતા તેને ખ્યાલ આવશે એવા અનેક મહાશયમાંથી કેટલાકને અતિ ટૂંક પરિચય આપવો અત્રે પ્રસ્તુત અને જરૂરી ગણવામાં આવ્યો છે. (૧) શેઠ હેમાભાઈ.
શાંતિદાસ શેઠના વંશજ, અમદાવાદના નગરશેઠ આ પ્રતાપી રાજરત્નને જન્મ અમદાવાદમાં સંવત ૧૮૪૦ માં થયેલ હતો. એમની સાહ્યબી રાજવંશીય હતી, ઘરે આરબોની બેરખ બેસતી હતી અને પોતે મેટા કુટુંબનું વડપણ જાળવવા ઉપરાંત સરકાર દરબારમાં મોટું સન્માન પામ્યા હતા. શાંતિદાસ નગરશેઠના પ્રપૌત્ર વખતશાના સાત પુત્રોમાં મોટા હતા અને પિતાની મોટાઈ કુટુંબ–વાત્સલ્ય, ધર્મપ્રેમ અને વ્યવહારકુશળતાથી દાખવી રહ્યા હતા. એમણે વડિલને ઝવેરાતનો ધંધે એ છે કરી શરાફી કામકાજ વધારી મૂક્યું હતું અને કાઠિયાવાડના