________________
શેઠ મોતીશાહ
૨૫
ઊઠે છે અને વિનાશને આરે આવીને સર્વ અસ્ત થતાં જાય છે. શેઠ નેમચંદના અકાળ મરણ પછી છત્રદેવી રૂપાબાઈ સુરતમાં જ ગુજરી ગયા. જે દેવીની સાદી અને વ્યવહારુ સલાહથી નાની વયમાં નેમચંદ શેઠે ઘરની અને આબરૂની ફરીવાર જમાવટ કરી હતી તે ચાલી ગઈ. તેના પછી તરતજ નેમચંદ શેઠનો મટે છોકરે ગુલાબચંદ પણ ગયો અને ત્યારપછી થોડા જ માસમાં મોતીશા શેઠને ના ભાઈ દેવચંદ પણ ઝડપાઈ ગયા.
આ રીતે સંવત ૧૮૭૦ ની એક સવારે વસ્તારી કુટુંબમાં જન્મેલા અને ઉછરેલા શેઠ મોતીચંદ તદ્દન એકલા થઈ ગયા. નેમચંદ શેઠે કુટુંબની માવજત કરી હતી તે પણ ગઈ અને દેવી રૂપાબાઈનું વાત્સલ્ય પણે ચાલ્યું ગયું. ઘરમાં કઈ પૂછવા ઠેકાણું ન રહ્યું, સલાહ લેવા લાયક સ્થાન ન રહ્યું, આંસુ સારે તેવી માતાજી ન રહ્યા અને ભાઈઓ તથા તેના દીકરા સર્વ ચાલ્યા ગયા. સંવત ૧૮૭૦માં શેઠ મેતીશા–મેતીચંદ અમીચંદ તદ્દન એકલા થઈ ગયા.
આ રીતે સંવત ૧૮૩૮માં જન્મેલા શેઠ મોતીચંદ જ્યારે ૩ર વર્ષની વયના થયા ત્યારે ભાઈઓ ભાઈઓની સંતતિ અને માતાપિતા વગરના થઈ ગયા. તેઓના લગ્ન આ દરમ્યાન શેઠાણું દીવાળીબાઈની સાથે થયા હતા. તેથી તેમને સંવત ૧૮૬૦માં એક પુત્ર થયું હતું. તેનું નામ ખીમચંદભાઈ. એમની હકીકત કેટલીક આગળ ઉપર આવવાની છે એટલે સંવત ૧૮૭૦માં શેઠ મોતીશાની નજર આગળ માત્ર તેમના ધર્મપત્ની અને બાળક ખીમચંદભાઈ રહ્યા. અઢાર માસની ટૂંક મુદતમાં