________________
3४४
નામાંકિત નાગરિક
તેહવાજ ખાલી હાથે પણ કરતીભારે કર્મોની નેકનામીના પમરાતને સાથે બાંધી લીધું હતું.
શેઠ મોતીશાહની આખી જીંદગીમાં પરમેસરથી બખસેસ પામેલા માતરે એક જ દીકરા શા ખીમચંદભાઈને જનમ સંવત ૧૮૬૦ને સાલ થાએલ સંભલાએલે છે. બાપની હઈતીમાં જે કે એ ભેલા મનનાં ભાઈસાહેબ પુરતી વએ પહેચેલા હતાં તે છતાંબી તેમની સાથે વેપાર-વણજના વહીવટમાં કઈ દહાડે કામ લાગતાં જણાએઆ નોહતા કેમકે ઘણું કરી દિવસ તથા રાતને માટે વખત ભગતી પૂજામાં રોકી રાખીને બાકીને અવકાશ એકાંતપણે ગુજારતાં હતાં. પણ તેમના મરણ પછે જારે ખુદ માલેક થએઆ તારે તેમને રચેલો રોજગાર આપી લેવાના હેતુથી સંવત ૧૮૯૪ની આખેરીએ જાહેરમાં આવીને સરવે લેણદેણ શા ખીમચંદને નામથી પતે ચલાવા માડેઊં. પાલીતાણામાં બંધાઈને તઈઆર થઈ રહેલાં દેહરાસરની સ્થાપણું કરવા સારૂં બાપની વસીએત મુજબ આ જવાન શેઠ સંવત ૧૮૯૩માં મુંબઈથી મોટા સંઘ લઈને તાંહાં સીધારે તારે તેમાં સામેલ રહેવા માટે ગુજરાત-સેરઠ-મારવાડ-કચ્છ તથા ઘાટ તરફના પોતીકા નાતીલા સરાકને કંકેત્રીઓ લખીને નેતરેઆ હતા. હવે મેટ સંઘ જારે પાલીતાણામાં ભેગો થએ તારે ૧ લાખ આસામીઓની ગણતરી કહેવાઈ હતી. અને તે લોકે તાંહાં દેહોડ મહીના સુધી રહેઆ તેટલા અરસામાં આ શેઠ ખીમચંદભાઈને સઘલે મલી રૂા. ૭) લાખને ખરચ થએઓ હતું. આ અવસરમાં મોટી ખુબી એટલી જ જણાઈ હતી કે હાવી જગોપાર ગામની વસતી ઉપરાંત બાહેરના