________________
૨૧૪
નામાંકિત નાગરિક અંજનશલાકા તે બહુ ઓછા પ્રસંગે થાય છે. આ કાળમાં સં. ૧૯૮૮ માં પાલીતાણા પાસે કદંબગિરિમાં એવી અંજનશલાકા થઈ હતી અને તે વખતે સેંકડે જિનબિંબને પૂજનિક કરવામાં આવ્યા હતા. તેની પહેલાં પાલીતાણા શ્રી શત્રુંજય ગિરિરાજની તળાટીમાં બાબુના મંદિરમાં અંજનશલાકા થઈ હતી. તે વાતને લગભગ પચાસ વર્ષ થયાં છે. આ પ્રતિષ્ઠા મહત્સવ અને અંજનશલાકાનો તફાવત ધ્યાનમાં રાખવા જેવો છે. કેઈ પણ મૂર્તિની અંજનશલાકા તે એક જ વખત થઈ શકે છે, જ્યારે પ્રતિષ્ઠા મહોત્સવ તો કારણુપ્રાપ્તિએ એકની એક મૂર્તિને એકથી વધારે વાર થઈ શકે છે.
આ અર્થમાં અંજનશલાકાનું મુહૂર્ત સં. ૧૮૯૩ ના મહા શુદ ૧૦નું અને પ્રતિષ્ઠાનું મુહૂર્ત મહા વદ ૨નું આવ્યું. શેઠ મોતીશાહે એ તારીખે મુકરર કરી. સં. ૧૮૨ના શ્રાવણ વદમાં દેશવિદેશમાં પ્રતિષ્ઠાની વાતે પ્રચલિત થઈ ગઈ. છ માસ પહેલાં મુહૂર્ત લેવાયાં અને આનંદને પાર રહ્યો નહિ. કંકેતરી મેકલાણું કે નહિ તે વાત ચોક્કસ થઈ શકતી નથી, પણ મુહૂર્ત તે નક્કી થઈ ગયાં.
દરમ્યાન શેઠ મોતીશાહને મંદવાડ વધી ગયે. વ્યાધિને પ્રકાર સમજાયે નથી, તેમની તબિયત બગડવા સાથે ગિરિ. રાજ પર પ્રતિષ્ઠા કરવાની વાત તેમના મન પર વધારે સજજડ થવા લાગી અને કઈ રીતે પ્રતિષ્ઠા પિતાને હાથે થાય એની રટના અને તમન્ના જાગી. શ્રાવણ વદમાં પર્યુષણ પહેલાં એમણે સર્વ સગાંસંબંધીઓ વચ્ચે વાત કરી, એમના પુત્ર ખીમ