________________
શેઠ મોતીશાહ
૨૪છે.
વાવ લગભગ પૂરાઈ ગઈ અને ઓટા સાથે ધર્મદેવજદંડ ખલાસ થઈ ગયે. નામ એનાશ સાથે જ જોડાયેલ હોય છે. એ ધર્મ વજ એટલે શેઠ ખીમચંદભાઈનું ઝાંપે ચોખાનું આમંત્રણ હતું. પરદેશથી આવનારને પણ ખબર પડે કે આજે ગામમાં કેઈએ ચૂલે સળગાવવાને નથી, અઢારે વર્ણના લોકોને જમવાનું એ નેતરું હતું. આ ધર્મધ્વજ અઢાર દિવસ ફરકાવવામાં આવ્યું હતું.
શેઠીયાઓના ખ્યાના, પાલખી, ઉચ્ચ વર્ગના સીગ્રામ, બહારથી આવનારનાં ગાડાં, વૃદ્ધો માટેની ડાળીઓ આ રીતે આખા ગામમાં અને તેથી પણ વધારે ગામની બહાર ધમાલ થઈ રહી. ચોતરફ અવાજ અને આનંદની છોળો ઊડવા લાગી.
નવાઈની વાત એ છે કે–જનતાને આટલા માટે મેળે થયે અને લગભગ દેઢ માસ સુધી જમણવાર ચાલ્યા અને વચ્ચે મહોત્સવના દિવસે માં તો લાખ માણસ આવી ગયું અને લગભગ આખો વખત દેઢ લાખ ઉપરાંત તો જેનો ત્યાં ચાલુ વસવાટ કરી રહ્યા છતાં આ સમય દરમિયાન એક પણ મરણ થયું નહિ. કહેવાય છે કે એટલા વખતમાં કોઈની નાકેરી પણ ફટી નહીં અને જે ઉમંગથી લેકે આવ્યા હતા તે જ આનંદથી પિતપોતાને દેશ સીધાવ્યા. સાધારણ રીતે આવા જલસા કે મહત્સવો થાય છે ત્યારે અનેક પ્રકારના વ્યાધિઓ, રેગચાળાઓ અને મરકી થઈ જાય છે. એને કેટલાક દેવીકેપ માને છે, બીજા આરોગ્ય સંરક્ષણનાં સાધનની અલ્પતા માને છે, પણ અગાઉ આવા મેળાઓ વખતે ઉપદ્રવો કેટલીક વાર અનિવાર્ય ગણાતાં. શેઠ ખીમચંદભાઈના આ મેટા મહોત્સવ દરમ્યાન કે રેગચાળો થયે નહિ, લેકેને અગવડ ખમવી પડી નહિ અને કાંઈ શારીરિક પીડાએ સહન કરવી પડી નહિ-એ અભિનંદનનો વિષય છે.