________________
૨૩૮
નામાંક્તિ નાગરિક
ગૃહસ્થ શ્રાવક એના મૂળ વ્રતમાં સ્વદારાસ તાષી તા હાય જ, એટલે એનામાં પરસ્ત્રીગમન કે વેશ્યા, વારાંગના, વિધવા કે કુમારી સાથે સબંધના તા ત્યાગ જ હોય, પણ જયારે સંઘયાત્રા કરે ત્યારે તો પેાતાની પત્ની પૂરતુ' પણ બ્રહ્મચર્ય પાળે અને એનામાં વિશેષ પ્રગતિ કરવાની તમન્ના હાય તો એ પાંચે ઇન્દ્રિયાના ભાગવિલાસના અને તેટલા ત્યાગ કરે. બ્રહ્મચર્યને એના વિશાળ અર્થમાં લેતાં એમાં ખાનપાન આદિ અનેક ખાખતાના સમાવેશ થાય છે, એમાં શિયળની નવ વાડા પાળવાની હોય છે, એમાં સ્ત્રી તરફ જોઈ રહેવાના કે એની સાથે દૃષ્ટિ મેળવી વાત કરવાના પણ નિષેધ હાય છે અને એમાં કામ જાગૃત થાય તેવા ખારાકની પણ મના હોય છે. આ વિશેષ વાત છે, પણ છરી” પાળનાર યાત્રાળુ સ્રીસંગના સ્થૂળ ત્યાગ તા જરૂર કરે એ મૂળગત વાત છે. જેમ પુરુષે સ્ત્રીસંગના ત્યાગ કરવાના છે, તેમજ સ્ત્રીએ એ જ પ્રમાણે પુરુષ સંગના ત્યાગ કરવાના છે. ગ્રંથરચના કરનાર પુરુષો હાવાથી તેઓ સવિશેષે પુરુષને ઉદ્દેશીને નિયમનું સૂચવન કરે છે, પણ સાથે એક સાર્વજનિક નિયમ મૂકી દીધેલ છે કે જયાં જયાં સ્ત્રી પરત્વે પુરુષની વાત આવી હોય ત્યાં ત્યાં પુરૂષ પરત્વે સ્ત્રીની વાતના નિયમ ઘટતા ફેરફાર સાથે સમજી લેવા. જ્યાં અપવાદ હાય છે ત્યાં જૂદા પાડીને બતાવવામાં આવે છે. એટલે અહીં શ્રીએએ પુરુષસંગ નિવારવાના વિધિ સમજી લેવા.
૬. છેલ્લી અને છઠ્ઠી“રી”-સચિત્તપરિહારી સ’બધી છે. સચિત્ત એટલે જીવવાળી વસ્તુ-એના પરિહાર-ત્યાગ કરવા. ઠંડા પાણીના એક બિન્દુમાં જ્ઞાની અસ`ખ્ય જીવ જોઈ ગયા