________________
શેઠ મેતીશાહ
૬૧
શ્વરનું મંદિર સંવત ૧૯૧૬માં ગેલવાડના મારવાડીઓએ બંધાવ્યું એટલે ઉલ્લેખ મળે છે.
આટલી હકીક્ત મળી આવી છે, બીજા મંદિરની કાંઈ હકીકત મળી શકી નથી.
એટલા ઉપરથી સંવત ૧૮૬૦ અને ૧૯૦૦ વચ્ચે મુંબઈના મુખ્ય જૈન દેરાસરની સ્થાપના થઈ હોય એમ જણાય છે અને ચીંચબંદર (માંડવી) પરના દેરાસર સિવાય લગભગ દરેક મંદિરના કાર્યમાં શેઠ મોતીશાહ અને તેના ભાઈનેમચંદ ભાઈને મુખ્ય હાથ હતું એમ જણાઈ આવે છે.
વેપારધંધામાં શેઠ મોતીશાહને કાબૂ વધતે ગયે અને કમાણ વધવા માંડી તેમ તેમની ભાવના ધર્મ તરફ વધારે ઢળતી ગઈ હોય એમ જણાય છે. ધંધામાં દશ વર્ષ સુધી વધારે સ્થિર થયા એટલે એમને ભાયખળા–લવલેન પર એક મોટું દેરાસર કરાવવાની ઈચ્છા થઈ, એમની ઈચ્છા સિદ્ધાચલ પરની ટુંકનો નમૂને થાય તેવું ભવ્ય દેરાસર ભાયખળ કરવાની હતી. પિતે તે વખતે કોટમાં–પારસી ગલીમાં રહેતા હતા. તે વખતે ભાયખલા બહુ દૂર ગણાતું હતું. લોકોની વસતી તે વખતે મોટે ભાગે કેટમાં હતી અને બહાર કેટમાં પાયધુણી સુધીનો ભાગ વસેલો હતો. ભાયખળ દેરાસર બાંધવાની તેમની ઈચ્છા ઘણી તીવ્ર હતી એમ તેમણે તે વખતે કરેલા પ્રયાસ પરથી જણાય છે. આ સંબંધમાં તેમના તે વખતના સલાટે મુંબઈથી પાલીતાણે લખેલા કાગળે ખાસ વાંચવા ગ્ય છે. એ અસલ કાગળો સદર સલાટના કુટુંબીઓએ હજુ સુધી