________________
૧૯૪
નામાંક્તિ નાગરિક પિતાના પુત્રને કરતાં શેઠશ્રી પોતાના વલમાં જણાવે છે કે–જેવો
ઘરે ઘરસંબંધ પોતે સદર બને શેઠીઆઓ સાથે રાખે છે, તે જ સંબંધ પોતાના પુત્રે તેમની સાથે રાખવે અને દસ્તી સંબંધ ચાલુ રાખવે. શેઠ સાહેબને આટલે “ઘર”હેવા છતાં તેમને એકઝીક્યુટર તરીકે નીમતા નથી એ ખાસ નોંધવા લાયક છે અને જરૂર પડે ત્યારે તેમની સલાહ લેવા માટે પોતાના પુત્રને ભલામણ કરે છે. દીર્ધદષ્ટિ કે વ્યવહારકુશળતા આ બાબતને અંગે ધ્યાન ખેંચવા લાયક જણાય છે.
૩. શેઠ મોતીશાહને પોતાના પુત્ર ખીમચંદભાઈની વેપારશક્તિ માટે બહુ સાધારણ ખ્યાલ જણાય છે. જેથી કલમને છેડે શેઠના વડીલના નામના ધંધા તથા શેઠના પોતાના નામના ધંધા બંધ કરવાનું જણાવે છે, અને તે નામે વેપાર ન કરવાનું જણાવે છે અને અમરચંદભાઈ દમણના ભાગમાં પુત્ર ખીમચંદના નામને વેપાર ભાગમાં ચાલે છે તે જ ચાલુ રાખવાની સલાહ આપે છે તે પરથી ખીમચંદભાઈની વ્યાપાર કરવાની અને વધારવાની શક્તિ શેઠશ્રી મોતીશાહની નજરમાં સામાન્ય પ્રકારની હશે એમ અનુમાન થાય છે. તે જ પ્રમાણે વહાણે પણ પોતાના નામ પરથી ઉતારી તેની લાગત રકમ ચેપડામાં પોતાને મજરે આપે તે પરથી પણ એ જ અનુમાન થાય છે. અને “હમારી કજા બાદ હમારે હિસાબેથી દેકડા ૧ ની જીનસ રાખે નહિ” એ વાત સ્પષ્ટ કરવામાં કદાચ ધર્મભાવના પણ હોય. જ્યાં સુધી પોતાના નામે વેપાર ચાલે કે વહાણે ચાલે ત્યાં સુધી આરંભ-સમારંભન દોષ પોતાને