________________
શેઠ મોતીશાહ
૧૭૭ શ્રી પાર્શ્વનાથ ભગવાન છે અને એમાં કુલ આરસનાં ૧૮ બિંબ છે. એના મૂળનાયકની પ્રતિષ્ઠા તે મુખ્ય મંદિરના પ્રવેશ મહોત્સવની તિથિએ સાથે જ થઈ હોય એમ જણાય છે. | (૯)(નં. ૧૪ની) દક્ષિણ દિશાએ સુરતવાળા શેઠ ઝવેરચંદ કરમચંદનું મંદિર આવે છે. એમને કેઈ સ્થળે દમણ તરીકે પણ ઓળખાવ્યા છે. તેઓ મુંબઈ અને સુરતના ગણાય છે. એ મંદિરને એક ગભારો છે અને ત્રણ ચેકીઓ છે. મંડપને પડદે છે. આ મંદિર ઉપરના શેઠ તારાચંદ (નં. ૧૪)ના મંદિરને લગભગ મળતું છે, માત્ર એમાં ચેકીને લગતા ગભારા કરી શિખર કરેલાં નથી. એમાં મૂળનાયક શ્રી સંભવનાથ છે અને મંદિરમાં આરસનાં બિંબ કુલ ૧૦ છે.
(૧૦) ઉપરના સુરતવાળા ઝવેરચંદના મંદિરની દક્ષિણ બાજુએ શેઠ સ(સ્વ)રૂપચંદ રામચંદ ખંભાતવાળાનું એક ગભારાવાળું નાનું દેરાસર છે. એ એક ગભારા પર શિખર છે અને આગળના ભાગમાં મંડપને બદલે બે પદના ચેકીઆવાળું અને ચૈત્યવંદન કરવા માટે પડદીવાળું બંધ સ્થાન છે. એમાં મૂળનાયક તરીકે સાતમા શ્રી સુપાર્શ્વનાથ મહારાજને બિરાજમાન કરવામાં આવ્યા છે. એ નાના મંદિરમાં આરસનાં કુલ ૧૩ બિબ છે અને પ્રવેશ મહોત્સવ મુખ્ય મંદિરની સાથે જ કરવામાં આવ્યું છે.
(૧૧) એ સરૂપચંદશેઠના નાના દેરાસરની દક્ષિણ બાજુએ દેરીઓની ભમતીને લગતું પાટણના શેઠ હીરાચંદ ભૂખણદાસનું
૧૨