________________
શેઠ મોતીશાહ
૨૫૫
ના જમણ વખતે પીરસવાનું કાર્ય કરવામાં યુવકે મેટું સુભાગ્ય સમજતા હતા. એટલે કે જાતે સગવડ કરી લેતા અને બીજાઓને સગવડ આપતા અને બીજા સ્વધર્મી બંધુએને સગવડ આપવાની પિતાની ફરજ સમજવા ઉપરાંત એમાં પુણ્યબંધ સમજતા હતા. એટલે સેવાકાર્ય સામાજિક તથા ધાર્મિક દૃષ્ટિએ અને ઐહિક તથા પારલૌકિ લાભની નજરે કરવામાં આવતું હતું. આજે પીરસનારની અછત છે કે જમનાર લેકેને ચીજ હોવા છતાં પહોંચી નહિ એ વાત તે કામમાં અશક્ય હતી અને પીરસણીઆ ભાડુતી રાખવા પડતા નહતા. ગળામાં ફૂલની માળા અને માથા પર ફૂલની કલગી નાખી પીરસવાના તાસો ભરી પંગતમાં પીરસવું એને જીવનને હા ગણવામાં આવતા હતે.
દરેક મોટા તંબૂ વિભાગમાં પાણીની કેઠીઓ તંબૂ બહાર લગાવી દેવામાં આવી હતી. ફરતા ફરતા જ્યારે જોઈએ ત્યારે પીવાનું પાણી મળી શકતું હતું.
એ ઉપરાંત દવા માટે વૈદ્યોની ખાસ સગવડ કરવામાં આવી હતી એટલે જરાપણ શારીરિક અગવડ થાય તેને ઉપાય તુરત કરવામાં આવતું હતું. કહેવામાં આવે છે કે-લગભગ દેઢ લાખ માણસ પાલીતાણું શહેરમાં એકઠું થયું તેમાં એકની 'નારી પણ ફૂટી નહિ, એક મરણ થયું નહિ અને આ વખત આનંદ–મંગળમાળા વર્તી રહી. આટલા ઉપરથી ખીમચંદભાઈની તહેનાતમાં અને સંઘની સેવામાં સેંકડે નહિ પણ હજારો સ્વયંસેવકે હાજર થઈ ગયા હતા એમ જે ઉલ્લેખ
૧ અથવા “નાથી નસકોરી, નાકમાંથી લેહી જવું તે.