________________
શેઠ માતીશાહ
૨૧૫
ચંદભાઈને ભલામણ કરી કે ‘મારે પ્રતિષ્ઠા જરૂર કરવી છે, પણ ગાડીજી મહારાજના હુકમ હશે તેમ થશે. મારુ” શરીર પડી જાય તા તમારે શાક કરવા નહિ, શાક પાળવા નહિ, લીધેલ મૂરત ફેરવવું નહિ અને દમણી અમરચંદ ખીમચ'દની સલાહ લઈ તે કહે તે રીતે ખરચ કરી મારા મનની મુરાદ પૂરી પાડવી અને મારી ખેાટ જણાવા દેવી નહિ.' આ વખતે અનેક સબંધીએ હાજર હતા, મિત્રા, સ્નેહીએ અને સગાંઓ હાજર હતા અને આપણી રીત પ્રમાણે સ દિલાસા આપતા હતા કે-શેઠ તે સા વષઁના થશે અને પ્રતિષ્ઠા પેાતાને શુભ હાથે કરશે.
સ. ૧૮૯૨ના પન્નુસણુ આવી પહેાંચ્યા. શેઠ મેાતીશાહે અધૂરાં રહેલાં કામાની ભરભલામણ કરી દીધી. પોતાના દેણુદારા હતા તે પૈકી જેની સામાન્ય સ્થિતિ હતી તેને ચાપડા સાથે ખેલાવી તેનાં ખાતાં સરખાં કરાવી નાખ્યાં. એમાં ભવિષ્યમાં તેમને કોઈ વારસ તરફથી તકલીફ ન થાય એ તેમની ચિંતા અને દીર્ઘ દૃષ્ટિના વિષય હતા.
શેઠના વ્યાધિ વધી ગયા. ભાદરવા શુદ ૧ રવિવારના રોજ મહાવીર જન્મવાંચનને દિવસે પ્રભુસ્મરણ કરતાં અને સર્વની ક્ષમા માંગતાં શેઠ મેાતીશાહ આ લોકમાંથી ચાલ્યા ગયા. ચાપન વની પુખ્ત વયે માટા સાહસિક વ્યાપારી, વહાણવટી અને ધર્મધુરંધરની નામના મેળવી આંખ મીંચી ગયા અને સંસાર સાથે મોતીશાહના નામના સંબંધ પૂરો કરી વિદાય લઈ ગયા.
તે વખતે આખા મુંબઈ શહેરમાં માટી હડતાળ પડી,