________________
(૧૫)
કુંતાસરનું તળાવ અને મેતીવસહિ. મોતીશાહ શેઠનું સર્વથી યાદગાર કામ તેમની જિંદગીના છેડાના ભાગમાં કરેલ મોતીશાહની ટંકનું છે. શત્રુંજય પર એ ટુંક સર્વથી જુદી ભાત પાડે તેવી સ્થાપત્ય અને શિલ્પને નમૂને છે અને એનો ઇતિહાસ જાણવા જેવો છે. શત્રુંજય પર તે વખતે ચાર ટુંક હતી એમ જણાય છે. આદીશ્વર ભગવાનની મેટી ટુંક એક શિખર પર અને બીજા શિખર પર ચામુખજીવાળી ટુંક, છીપાવસહિ અને ખરતરવસહિ. ખરી રીતે તે મેટી ટુંકે બે જ ગણાય, કારણ કે પ્રમાણમાં છીપાવસહિ તે ખરતરવસહિના પેટાના નાના દેરાસર જેવી છે.
પાલીતાણે ધર્મશાળા કર્યા પછી ભાયખલાના દેરાસરની પ્રતિષ્ઠા કરી એ હકીકત આપણે ઉપર જોઈ ગયા. ધર્મશાળા સં. ૧૮૮૫ માં ખુલ્લી મૂકવામાં આવી અને ભાયખલે પ્રતિષ્ઠા સં. ૧૮૮૫ ના માગશર સુદ ૬ ને રોજ થઈ તે અરસામાં સૂત્રધાર રામજીએ પિતાના પુત્ર નેમજી ઉપર મુંબઈથી મહવે સં. ૧૮૮૫ ના કાર્તિક વદ ૬ ને રોજ પત્ર લખ્યો છે તે પરથી જણાય છે કે શેઠને વિચાર-માગશર સુદ ૬