________________
૨૧૬
નામાંકિત નાગરિક વ્યાપારીઓને શેક થયે, મિત્રોને દુઃખ થયું અને ઘરના માણસને વિયાગ થયે; પણ તેમની ઈચ્છા પ્રમાણે કોઈ જાતને શેક વ્યવહાર કરવામાં ન આવ્યો. ગુલાબબાઈ-(દીવાળીબાઈ) શેઠના ધર્મપત્નીએ પણ કઈ પ્રકારને જાહેર કલ્પાંત કર્યો નહિ, છાજીઆ મરસીઆ કે કૂટવાની પ્રચલિત ક્રિયાઓ બંધ કરી અને લૌકિક વ્યવહાર માટે આવનારને હાથમાં નવકારવાળી આપવા માટેની પ્રથા ચાલુ કરી.
આવી રીતે એક અતિ કુશળ, દક્ષ, પ્રમાણિક, ધર્મરુચિ વત, મહાસાહસિક વ્યાપારીના જીવનનો અંત આવ્યું. જેન પર્વ પર્યુષણમાં અવસાન થવું એ પણ એક મહત્તાનું કારણ છે અને શુભ ગતિનું સીમાચિહ્યું છે. આવા અવસાન માટે શેક કરે કે આનંદ કરે એને નિર્ણય પણ મુકેલ છે. ધાર્મિક જીવન અને વ્યવહારુ જીવન વચ્ચે સીધી લાઈન પર રહેનાર બનેને તુલનામાં રાખી એક સરખી અગત્યતા આપનાર જીવન શૈડાં હોય છે, પણ હોય છે ત્યાં આનંદ-ઉલ્લાસ આપનાર થાય છે. શેઠ મોતીશાહ તે જીવી ગયા અને સ્પષ્ટ ભલામણ સાથે ચાલ્યા પણ ગયા, પણ એમની જીવનની મુરાદ મનમાં રહી ગઈ અને ગમે તેમ કરીને ગિરિરાજ પર જાતે પ્રતિષ્ઠા કરાવવી હતી, પણ કુદરતને-કમને સંકેત જુદે હતે. અનેક હશે, અનેક સ્વપ્નાઓ અને ભાવનાએ આ રીતે મનની મનનાં રહી ગઈ અને આદરેલાં કામ અધૂરા રહી ગયાં. પરમાત્મા આ ધર્મ ભાવનામય જીવનવાળા આત્માને જ્યાં હોય ત્યાં શાંતિ આપે !