________________
૨૭૧
શેઠ મોતીશાહ ઉત્તરસંગ તૈયાર રાખવામાં આવે છે અને કોઈ વગર ન્હાયેલાને અથવા ચર્મ કે જાનવરને સ્પર્શ થઈ જાય તે ફરીવાર સ્નાન કરવું પડે છે. વિધિસ્થાન પર આ વખત ચાલુ ધૂપ કરવામાં આવે છે અને અડચણવાળી(રજસ્વલા) સ્ત્રીને સંપર્ક તે સ્થાન પર ન થાય તે માટે ચીવટ રાખવામાં આવે છે. મંડપસ્થાનને લીપણગુંપણથી પવિત્ર રાખવામાં આવે છે અને તેની ઉપર સુગંધી જળ, ગુલાબજળ વિગેરેનો વારંવાર છટકાવ કરવામાં આવે છે.
આ ઉપરાંત વાતાવરણની સુંદરતા અને રસિકતા માટે સવાર સાંજ નાબત. શરણાઈ અને પ્રસંગે ઢોલ-ત્રાંસાંને ગડગડાટ તાલસૂરમાં કરવામાં આવે છે અને પાંચ ઇદ્રિને શાંતિ મળે અને સાથે આનંદ થાય એવું ભવ્ય વાતાવરણ તૈયાર કરવામાં આવે છે અને એ બાહ્યશુદ્ધિ જેમ વધારે સરસ રીતે જળવાય તેમ પ્રતિષ્ઠાવિધિની સફળતા થઈ ગણાય છે એવી માન્યતાને પરિણામે એની નાની મોટી દરેક બાબતમાં ખૂબ ચીવટ રાખવામાં આવે છે. એમાં જ્યારે પ્રતિષ્ઠા કરાવનાર નેતાને ખરચનો હિસાબ ન હોય ત્યારે તે નંદનવનની બીજી આવૃત્તિ–પ્રતિષ્ઠામંડપ બની જાય છે. એની શોભા અનેક રીતે વધારવામાં આવે છે. તે વખતે ઉપલબ્ધ હાંડી, ઝુમ્મર, તખતા અને ગાલીચાથી મંડપની શોભામાં વધારે કરવામાં આવે છે અને નૂતન પ્રકારની કમાન પર પીતળપાના અને વાસણેથી તેને ભરી દેવામાં આવે છે. પિતળનાં વાસણોની કમાને ખાસ જોવા લાયક બને છે. આંખને શાંતિ આપે એ રીતનું વાતાવરણ