________________
૨૬૪
નામાંક્તિ નાગરિક મેતીશાહ શેઠે દેવ તરીકે કરેલી સહાય હતી એવી અલંકારિક ઉપમા કવિએ આપી છે એટલું જ નહિ, પણ જનતા પણ તે પ્રમાણે તે વખતે માનતી હતી અને મુખેથી આનંદપૂર્વક વાત કરી રહી હતી. શાસ્ત્ર પ્રસિદ્ધ શાલિભદ્રની વાત છે. એના પિતા ગભદ્ર દેવ થયા હતા તે પુત્ર પ્રેમથી દરરોજ શાળિભદ્રને તેની સ્ત્રીઓ માટેની જે તેત્રીશ પેટી ઉતારતા હતા અને તેમાં ખાવાની વપરાશ અને ઉપગની સર્વ ચીજો પૂરી પાડતા હતા એટલે શાલિભદ્રને ધન કમાવવાની કે તે માટે ચિંતા કરવાની જરૂર પડી નહોતી. આ અલંકારિક વાતને બાજુ પર રાખીએ તે તેમાંથી બે વાત નીકળે છે. ખીમચંદભાઈએ ખરચ કરવામાં સંકેચ ર્યો નહિ અને માતા દિવાળીબાઈના અવસાનથી પ્રતિષ્ઠાકાર્યને જરાપણ લંબાવ્યું કે મુલતવી રાખ્યું નહિ અને શેકને નિમિત્તે જમણ આદિમાં ખલન આવવા દીધી નહિ અને એ વાતને આગળ કરી ચાલુ માન્યતાને પ્રાધાન્ય આપી જમણ વિગેરે અટકાવ્યાં નહિ.
વ્યવસ્થા–એકબાજુએ મંડપ બાંધવાની ધમાલ ચાલી રહી હતી, બીજી બાજુએ નવાં નવાં તંબૂઓ તણુતાં જતાં હતાં, રસોડાની ધમાલ શરૂ થઈ હતી, દરરેજ વધારે વધારે સંઘ આવ્યા કરતા હતા, તેમના સ્થાન નિયત કરવાનું અને તેમને તંબૂઓ વિગેરે સગવડની વ્યવસ્થા થતી જતી હતી અને એમાં જવા આવવાની અગવડ ન આવે તેવા રસ્તાઓ તથા ગાડાંની અવરજવર રહે તે રીતે કામ લેવાની ગેઠવણ કરવામાં આવતી હતી. બને ત્યાં સુધી પ્રાંતવાર સગવડો પણ કરવામાં આવી હતી એટલે મારવાડને વિભાગ, મેવાડને વિભાગ એમ