________________
શેઠ મોતીશાહ
૩૦૧ આ પ્રકરણનું મથાળું પણ પ્રતિષ્ઠા મહોત્સવનું” જ કરવામાં આવ્યું છે.
સંઘ વિદાયગીરી-તીર્થમાળનો ઉત્સવ કરી તે જ દિવસે આ સંઘ બાર ગાઉની પરિકમ્મા તરફ વિદાય થયે. નજીકના માણસે તે પિતાપિતાને ગામ પ્રતિષ્ઠા પછી વિદાય થઈ ગયા હતા, તે પણ હજારો ભાઈઓ અને બહેને રહ્યા હતા અને ગુજરાત તથા મુંબઈથી પ્રતિષ્ઠા નિમિત્તે પાલીતાણે આવેલા તે ઘણાખરા રહ્યા હતા. તેઓ આ બાર ગાઉની પ્રદક્ષિણામાં જોડાયા. શત્રુંજય ગિરિરાજ ફરતી પ્રદક્ષિણા કરવી અને આ વખત ગિરિરાજને જમણી બાજુએ રાખવો એ આ આખી તીર્થભૂમિની પરિકમ્માને આશય છે.
પ્રથમ શેત્રુંજી નદીની પહેલાં રોહિશાળા ગામ આવે ત્યાં ઘર દેરાસર જેવું સામાન્ય પૂજાનું સાધન છે. ત્યાંથી તેની નજીકમાં શેત્રુંજી નદી (શત્રુંજયા નદી) પસાર કરી સામે પાર જવાનું હોય છે. ત્યાંથી લગભગ દોઢ બે માઈલ દૂર ભંડારીઆ ગામ આવે છે ત્યાં યાત્રાળુને ખાવાપીવાની સગવડ થાય છે અને ઘણીખરી વખત પહેલી રાત ત્યાં રહેવાને રિવાજ હતે. સંઘની સાથે તંબૂ વિગેરેની સગવડ તે પૂરતી હતી અને ગાડાની હારો લાગી ગઈ હતી. આવા સંઘમાં ધર્મભાવના ખૂબ જામે છે, સ્વામીવાત્સલ્યના હાવા લેવાય છે અને અરસપરસ પીછાન અને જેન તરીકેની લાગણી ને ઉત્કર્ષ સારી રીતે જામે છે. ઘણાખરા સશક્ત માણસે આ પરિકમ્મા ચાલીને કરે છે. દેહદમનને ધર્મભાવનાનું અંગ ગણવામાં આવે છે અને યથાશક્તિ તપસ્યા પણ લે કે કરે છે,