________________
૨૮૨
નામાંકિત નાગરિક પિષ વદ બારસના રોજ કુંભસ્થાપના પ્રથમ દિવસે થઈ, બીજે દિવસે નવગ્રહ દશદિકપાલનું અને અષ્ટમંગળનું પૂજન થયું. પ્રતિષ્ઠા પ્રસંગે તેમને આહ્વાન કરી નેતરવામાં આવ્યા. ત્રીજે દિવસે નંદ્યાવર્ત પૂજન કરી દેવેને પધારવા વિજ્ઞપ્તિ કરવામાં આવી.
ચોથે દિવસે–ખેતરપાળ-શાસનના રખવાળદેવ દેવીઓને નેતરવામાં આવ્યા. આ વિધિ પણ આકર્ષક છે. તેમાં બલિબાકળા ઉડાડવામાં આવે છે અને સર્વ દે અને ખાસ કરીને પ્રતિષ્ઠા સ્થાનને લગતા ક્ષેત્રપાળ દેવ અને દેવીઓને પધારવા માટે નોતરાં દેવામાં આવે છે, તેની સાથે તે જ દિવસ ચોસઠે ઇદ્રોને આ મહાન પ્રસંગ માટે નેતરવામાં આવ્યા. ચેસઠ ઇંદ્રનો નેતરવાને અલગ વિધિ જોવામાં આવતું નથી, તેથી એમ માલૂમ પડે છે કે દેવોને નોતરવાના વિધિ પ્રમાણે તેમાં દશદિકુપાળ કે નવગ્રહને સ્થાને ચોસઠ ઇદ્રોનાં નામનું ઉચ્ચારણ કરવામાં આવતું હશે. એ ચોસઠ ઇંદ્ર સંબંધી હકીક્ત અગાઉ નંદાવર્તપૂજનમાં અપાઈ ગઈ છે. ચેથા દિવસના વિધિમાં ખેતરપાળ અને ચોસઠ ઇંદ્રના આવાહનની વિધિ કરવામાં આવી એમ હકીક્ત પ્રાપ્ત થાય છે. બહારની ભૂમિમાં બલિબાકળાં આપવામાં આવે અને ઇદ્રોને આ મહોત્સવ પ્રસંગે પધારવાનું આમંત્રણ કરવામાં આવે.
પાંચમે દિવસે–સિદ્ધચકનું આરાધન કરવામાં આવ્યું. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચ ગુણી અને દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ ચાર ગુણ એ સિદ્ધ