________________
શેઠ મેતીશાહ
૫૯
મંદિર સં. ૧૮૬૨ (શંકરશેઠ બાબુલશેઠ). આ રીતે જોતાં ઘણાંખરાં હિંદુ મંદિરો દક્ષિણ-મરાઠા ભાઈઓએ બંધાવ્યાં હોય એમ જણાય છે. - જૈન મંદિરમાં પ્રથમ મંદિર કયું થયું તેની સ્પષ્ટતા થતી નથી, પણ નીચે પ્રમાણે હકીકત સાંપડી છે.
સંવત ૧૮૬૫ માં કેટમાં શ્રી શાંતિનાથનું મંદિર પારસી બજારમાં ઉપર જણાવ્યું તેમ શેઠ નેમચંદ અમીચંદ અને શેઠ પ્રેમચંદ રંગજીએ બંધાવ્યું.
સંવત ૧૮૬૮ ના બીજા વૈશાખ સુદ ૮ શુક્રવારે ભુલેશ્વર અને કુંભારટુકડા વચ્ચે ચિંતામણિજીના મંદિરની સ્થાપના થઈ. તેના સ્થાપનાર પણ શેઠ નેમચંદ અમીચંદ હતા.
સંવત ૧૮૭૬ ના મહા સુદ ૧૩ ને રેજ ભીંડી બજારને નાકે પટેલ રેડ(ઈબ્રાહીમ રહીમતુલા રોડ) પર શ્રી શાંતિનાથજીના મંદિરની પ્રતિષ્ઠા થઈ
આ મંદિરની પ્રતિષ્ઠા શેઠ મોતીચંદ અમીચંદે કરી.
સંવત ૧૮૭૮માં ગલાલવાડી (કકા સ્ટ્રીટ-જગજીવન કીકા (સ્ટ્રીટ)ને નાકે શ્રી ચિંતામણિજીના મંદિરની પ્રતિષ્ઠા મારવાડી અમરચંદ બીરદીચંદે કરી.
આ પ્રમાણે ઉલ્લેખ મળે છે. આ રીતે જોતાં કુંભાર ટુન્ડાના ડાબા ભાગ પર ચિંતામણીનું મંદિર એક હોય અને બીજું ગલાલવાડીમાં સદર મારવાડી ભાઈએ દશ વર્ષે બાંધ્યું હોય એમ થાય. અત્યારે તે ગલાલવાડીમાં એક જ મંદિર છે.